Book Title: Anokhi Maitri
Author(s): Sunandaben Vohra
Publisher: Anandsumangal Parivar

View full book text
Previous | Next

Page 122
________________ અનોખી મૈત્રીના આત્મસમર્પણની મહાનતા સમજાઈ. વળી ઘણા વર્ષોથી માતંગથી ગુપ્ત રાખેલી વાત પણ તેણે માતંગને છેતર્યાના અપરાધથી છૂટવા કદાચ કહી દીધી હશે. તેથી માતંગ લગ્નના ઉલ્લાસભર્યા મહોત્સવનું એ દશ્ય જોઈને પિતા તરીકેના ભાવથી ભાન ભૂલ્યો. અને પૂરી બાજી જ ઉલ્ટી બની ગઈ. તેના પરિણામે બંને જનેતા, બંને સખીઓ આઘાત પામી આ મેદવાળી ધરતીને ત્યજી હાથ મિલાવી ચાલી નીકળી. ઓહ ! આ થોડા સમયમાં પણ કેટકેટલું અણચિંતવ્યું બની ગયું. જેનો ઉપાય માનવીના હાથમાં નથી છતાં હજી મને આ દુનિયામાં જીવવા જેવું નથી એવું લાગતું નથી. આમ આવા મનોમંથનમાં ઘણો સમય નીકળી ગયો. વળી પિતાની પણ નાજુક સ્થિતિનો વિચાર કરી સચિંત થઈ ગયા. અને તેમની પાસે જઈને બેઠા. બંને સમદુખિયા શું વાત કરે ? વળી કોઈ વડીલ આશ્વાસન આપતા, એમ સમય પસાર થઈ રહ્યો હતો. મહામંત્રી ત્રીજે દિવસે અંતઃપુરમાં ગયા. મહારાણી ચેલ્લણાને લઈ સાતે કન્યા પાસે આવ્યા. તેમના માતા-પિતા પણ હાજર હતા. મહામંત્રી : વડીલો અને પુત્રીઓ ન ધારેલી કયારે ય આવી ન સાંભળેલી આશ્ચર્યજનક અને દુઃખદાયક ઘટના ઘટી ગઈ. તેનો ઉકેલ પણ એક સમસ્યા છે. તે હું જાણું છું, હું પોતે આ બધી ઘટનાથી સંસારના સ્વરૂપ પ્રત્યે ઉદાસીન થઈ ગયો છું. છતાં જે કાર્ય કરવાની મારી ફરજ છે તે માટે આવ્યો છું. મેં તમને કહ્યું હતું કે તમારી ઈચ્છા મુજબ થશે. છતાં કેટલીક વાત કરું તેના પર વિચાર કરી જૂઓ. મેતાર્ય મેતપુત્ર છે તે સાચું છે. તેનું શિક્ષણ મેં જ રાજવંશી કુમારો સાથે અપાવ્યું છે. તે મહા પરાક્રમી છે, તેણે રોહિણેય જેવા ઝનૂની લૂંટારાને પણ મોતને જોખમે ભગાડયો હતો. આ પરાક્રમ ઉચ્ચ ક્ષત્રિયથી ચઢે તેવું હતું. ગુણવાન તરીકે આ દેશ અને પરદેશમાં તેની ખ્યાતિ છે. રૂપવાન તો છે જ. પૂરી નગરીમાં અતિ ધનાઢય છે. અનોખી મૈત્રી ૧ ૨ ૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146