________________
એક પછી એક કન્યાઓનો ધીમો અવાજ નીકળ્યો. ના અમે મેતપુત્રને નહિ પરણીએ.
વારૂ તમે મુંઝાશો નહિ, તમારી ઈચ્છા મુજબ થશે. કન્યાઓ પણ ત્યારે મનોવ્યથામાં હતી. તેઓએ મેતારજ તરફ નજર કરી. વિચારતી હતી કે શણગારથી સજ્જ શોભતો રૂપાળો પડછંદ કાયાવાળો, પરાક્રમી, ગુણવાન, શોધ્યો ન જડે તેવા મનમોહક આ પુરૂષમાં શું ખૂટે છે ? ઉચ્ચ ગોત્ર ?
અરે જ્ઞાતપુત્રનો બોધ શું છે? સમાનતાનો છે. છતાં તેઓ આ લગ્ન સ્વીકારી ન શકી. કુમળી કળી જેવી કન્યાઓની મુંઝવણ મહામંત્રી પારખી ગયા.
તેમણે તાત્કાલિક ઉકેલ કઢયો કે હમણા ભલે આજનું મુહૂર્ત જાય. બીજું મુહૂર્ત મળી રહેશે. વળી સમય જતાં માર્ગ નીકળશે. તેમ વિચારી તેઓ બોલ્યા, ચાલો પ્રથમ બંને સન્નારીઓની અંતિમ ક્રિયા ઉજવીએ.
બાજુમાં જ બેઠેલા મગધનરેશે આખથી સંમતિ આપી. મુંઝાતી કન્યાઓને રાણીઓને સોંપી અંતપુરમાં મોકલી આપી.
લગ્નનું સાજન વાજન સૌ હવે અંતિમ ક્રિયાની શોક સભામાં ગોઠવાઈ ગયું. સંસારની ગતિ ખરેખર અકળ છે. કર્મની વિચિત્રતા કોણ ઉકેલી શક્યું છે ! જેણે ઉકેલી તેઓ આ વિનશ્વર સંસારનો ત્યાગ કરી ગયા.
મગધરાજે આદેશ આપ્યો આ બંને મહાન નારીઓની અંતિમ ક્રિયા રાજવંશીઓના મરણોત્તરના જાહેર સ્થળે કરજો.
લગ્નના ઉત્સવભર્યા અણ ઉકલ્યા પ્રસંગ પછી ભલે આ પ્રસંગ શોકમય હતો છતાં ગૌરવવંત સહિયરોની અંતિમ યાત્રા અવર્ણનીય બની ગઈ. પ્રગટ થયેલી ઘટનાને સૌ વાગોળતા, આદર કરતા, ઉંચનીચના ભેદને નકારતા હતા.
આ યાત્રા આગળ વધતી નક્કી કરેલા નદીના કાંઠે પવિત્ર સ્થળે પહોંચી. સૌ માતંગને શોધવા લાગ્યા. માતંગ કયાં છે ? રાજસેવકો ચારે બાજુ શોધી વળ્યા. માતંગ ન મળ્યો. કોણ જાણે કયા ખૂણે
૧ ૧૮
અનોખી મૈત્રી
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only