________________
મરણ પામ્યા. જાણે મૈત્રીભાવની નિકટતા અને નિર્દોષતા પ્રગટ કરવા સખીઓએ એક સાથે ચિરવિદાય લીધી.
મહારાજા કહે માતંગને બોલાવો. માતંગનો આવેશ શાંત થયા પછી તેને ભાન થયું કે તેણે ભયંકર ભૂલ કરી છે, તેથી ત્યાંથી ઘર તરફ ભાગી ગયો હતો. તેને રાજસેવકો શોધી લાવ્યા.
માતંગ જલ્દી ચાલ, વિરૂપા મરણ પામી છે. !
મને પૂછયા વગર ? મને મૂકીને એ મરે જ નહિ. તે વિરૂપા પાસે આવ્યો. નિશ્ચેત વિરૂપાને જોઈને ડઘાઈ ગયો. અને ચીસ પાડી ઉઠયો ‘વિરૂ, વિરૂ.’
માતંગના મુખેથી વિરૂ શબ્દથી નાચી ઉઠતી વિરૂ આજે આ દુનિયામાં કયાં હતી કે જવાબ આપે ?
વિરૂનો વળતો જવાબ ન મળવાથી તે ત્યાં ઊભો રહી ન શકયો, દોડતો પુનઃ ભાગી ગયો.
હવે મેતાર્યને આપણે મેતારજ સંબોધન કરીશું.
મેતારજ ઓરડામાં દાખલ થયા. એક બિછાના પર સદાને માટે પોઢી ગયેલી જન્મદાત્રી વિરૂપાના મુખ પર સંતોષનું તેજ હતું. મેતારજ તેની પાસે બેસી ક્રૂસકે ધ્રૂસકે રડી પડ્યા. માંડ બોલી શક્યા ‘મા મા’ આ તેનો હેતભર્યો છેલ્લો શબ્દ સાંભળવા ઝંખતી વિરૂપા કયાં હોશમાં હતી ? તે તો આ દુનિયાને ત્યજી ચાલી ગઈ હતી.
બીજા બિછાનામાં દેવશ્રી ચિર નિદ્રામાં પોઢયા હતા. મેતારજ માતાની સામે જોઈ વધુ વેગથી રડી ઉઠયા. આ દૃશ્ય જોઈને મગધનરેશ જેવા શૂરવીર, મહામંત્રી જેવા બુદ્ધિનિધાન, અંતઃપુરની રાણીઓ અને પ્રજાજનો સૌ રડી ઉઠયા.
મેતના શુદ્ર કુળનો ભેદ ભૂલી સૌના હૈયા રડી રહ્યા હતા. વિરૂપા અનુપમ જીવન જીવી ગઈ. તેનું આત્મસમર્પણ સૌના હૃદયને ભીંજવી ગયું.
આખરે ધૈર્યવાન મહામંત્રીએ મેતારજને ધીરજ આપી, તેના વાંસે હાથ ફેરવી કહ્યું કે પરમ મિત્ર મેતારજ ! વિરૂપા તો જીવન સાર્થક કરી ગઈ. હવે તેનો શોક ન હોય. જે જન્મે તે એક દિવસ
૧૧૬
Jain Education International
For Private & Personal Use Only
અનોખી મૈત્રી
www.jainelibrary.org