________________
તમારા બાળકને હું લઉં, તો તમારા દુઃખનો અંત આવશે. અને અમે સખીઓએ આ અદલા બદલી કરવાનું નક્કી કર્યું. મેતાર્ય વિરૂપા માતંગનો પુત્ર છે. શેઠાણી આટલું બોલતા હાંફી ગયા.
મહામંત્રી : એટલે સોદો કર્યો?
શેઠાણી કંઈ જવાબ આપે તે પહેલા તે સ્વયં બેભાન થઈ ઢળી પડયા, તેમને દાસીઓએ અંદરના ઓરડામાં સૂવાયા.
શેઠાણીએ કરેલા આ ખુલાસાથી મહામંત્રીને હવે શંકાનું કારણ ન રહ્યું. તેમને લાગ્યું વિરૂપાએ પુત્રનો સોદો કર્યો હતો.
બહાર હાજર રહેલા માનવ સમુદાયમાં ખૂબ કોલાહલ થતો હતો. મહામંત્રી ઉભા થયા, તેમણે કહ્યું કે હે નાગરિકો ! તમે શાંત થાવ અને સાભંળો. મારો આ નિકટનો ગુણવાન મિત્ર આર્યપુત્ર નથી પણ વિરૂપા માતંગનો સંતાન છે. શેઠાણીને સંતાનો જીવતા ન હોવાથી વિરૂપાએ શેઠાણી સાથે પુત્રનો સોદો કર્યો હતો.
માનવમેદનીમાંથી અવાજો ઉઠયા, છેવટે હલકી જાત, પુત્ર વેચ્યો! શ્રમણોએ સમાનતા આપી શું સાર કાઢયો ? માનવો વચ્ચે કુળના ભેદ ભૂસાતા હશે? એ તો શાસ્ત્રમાં કહેલી વાત છે. શુદ્ર તે શુદ્ર.
વિરૂપા કંઈક ભાનમાં આવી બોલતી હતી. મેં પુત્ર વેચ્યો નથી. મેતાર્ય શેઠ શેઠાણીનો પુત્ર છે પુનઃ બેભાન બની ગઈ.
માનવ સમુદાયમાં ગણગણાટ ચાલતો હતો. માએ પુત્રને વેચ્યો. જ્ઞાતપુત્રના બોધની વાતો કરનાર આ વિરૂપાએ પુત્રને વેચ્યો?
વળી નંદા દાસી પણ મરણ પામી હતી તેથી સાચી હકીકત શું છે? તે કોણ કહી શકે?
લોક મુખે આવેશભરી જ્ઞાતપુત્રની ટીકા સાંભળી મેતાર્ય ઉભા થયા. તેમણે બે હાથ જોડી મહારાજને વિનંતિ કરી, મને કંઈક કહેવાની આજ્ઞા આપો.
મગધનરેશે તેમને આંખથી સંમતિ આપી, મેતાર્ય સ્વસ્થપણે બોલવા લાગ્યા.
હે પ્રજાજનો ! મહામંત્રી માફ કરે, પણ તેમણે જે નિવેદન કર્યું તે યથાર્થ નથી. આજની આ પૂરી વિગત ખરેખર શુદ્ર સવર્ણના ભેદરહિત
૧૧૪ Jain Education International
અનોખી મૈત્રી
For Private & Personal Use Only
www.jainelibrary.org