________________
મેત અને આવું સાહસ કરે છે ? તેનું પરિણામ જાણે છે ?
પણ શેઠ હું સાચું કહું છું, પછી તેનું પરિણામ શું આવે ? મહારાજ કે મહામંત્રી આનો ન્યાય કરશે.
ધનદત્ત શેઠ આવેશમાં આવી ગયા, મહારાજ કોઈ વિદનસંતોષીએ માતંગ દ્વારા કાવત્રું કર્યું છે. હું પણ ન્યાય માંગું છું.
માતંગ પુનઃ મોટેથી બોલ્યો, મહારાજ હું પણ ન્યાય માંગું છું. મેતાર્ય મારો પુત્ર છે તે જાહેર થવું જોઈએ. હું સત્ય કહું છું.
મહામંત્રી : જો તારી વાત ખોટી ઠરી તો તેની સજા શું થશે?
મગધરાજના ન્યાયતંત્રમાં મને શ્રદ્ધા છે કે સત્યનો, ન્યાય મેળવવાનો ગરીબોને પણ હક્ક છે. અને હું ખોટો ઠરું તો શિક્ષા ભોગવવા તૈયાર છું.
પ્રજામાંથી પણ જાત ભાતની વાતો થવા લાગી, જોયું ને આ શ્રમણોએ ચાંડાળોને કેવા ફટવ્યા છે ! આ માતંગ ઉદ્યાનનો સફાઈ કરનારો મેત શું બોલી રહ્યો છે ! તેને મગધરાજ કે મહામંત્રીની શરમ પણ લાગતી નથી.
વળી કોઈ વૃદ્ધ ટપકી પડયો, આ નીચને ચઢાવ્યા જ ખોટા, જ્ઞાતપુત્રે સમાનતા શીખવી તેનું શું પરિણામ આવ્યું?
આ માતંગને મગધરાજ ભયંકર શિક્ષા આપશે બિચારો રિબાઈને મરશે.
મહામંત્રી સૌની વચ્ચે આવ્યા, સૌને શાંત રહેવા સમજાવ્યું. મેતાર્ય શાંત ચિત્તે એક બાજુ બેઠા હતા. વરઘોડાના સૌ સાજન પણ શાંત અને અવાક થઈને બેઠું હતું. અને નવયૌવનાઓના કોમળ મુખ પર લાલી ધસી આવી કે અરે અમારા પતિનું આવું અપમાન ? મનમાં મુંઝાતી હતી કે હવે લગ્નનું મુહુર્ત તો ચાલ્યું પછી શું થશે?
ધનદત્ત શેઠ તો ખૂબ આવેશમાં હતા કે મારી સંપત્તિ, મેતાર્યના લગ્નોત્સવની વિશેષતા, મગધરાજ અને મહામંત્રીનો સાથ આ સર્વ જોઈને કોઈ ઈર્ષાળુએ માતંગ દ્વારા આ કાવત્રું કર્યું છે આમ પૂરું વાતાવરણ બદલાઈ ગયું.
મહારાજ અને મહામંત્રીએ રાજકારભારમાં કેટલીય ગુંચવણો
૧ ૧ ૨
અનોખી મૈત્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org