________________
પ્રજાજનો પણ પોકાર કરી ઉઠયા. મેતાર્ય કુમાર ઘણું જીવો, ઘણું જીવો. આ દેશ્ય દેવોને પણ આશ્ચર્ય પમાડે તેવું હતું.
વળી સાત કન્યાઓને સૌએ અક્ષતથી વધાવી. પછી મગધરાજ સ્વયં ધનદત્ત અને દેવશ્રી પાસે આવ્યા. તે ભાવપૂર્વક બોલ્યા, તમે બંને ધન્ય છો. આવા પુણ્યવંતા પુત્રને પ્રાપ્ત કર્યો છે. મહારાજના ધન્યવાદ સાથે ચારેબાજુથી સૌનો અવાજ નીકળ્યો.
શેઠ શેઠાણીને ધન્ય હો, ધન્ય હો. પુનઃ પુનઃ સૌ મેતાર્યને વધાવતા હતા. શેઠ શેઠાણીને ધન્યવાદ આપતા. ' વળી ચારે બાજુ વાજિંત્રોના નાદ ગુંજતા હતા. એક અપૂર્વ
ઉત્સવનો માહોલ રચાયો હતો. દેવોને આશ્ચર્ય પમાડે તેવું આ દશ્ય હતું.
માતંગે રંગમાં પાડેલો ભંગ. વિરૂપા અને માતંગ લગ્નમંડપની નજીક જ પોતાને સ્થાને બેસી આ અનુપમ દશ્ય નિહાળી રહ્યા હતા. વિરૂપાનું ચિત્ત શાંત હતું. મેતાર્યની સાથે સાત કન્યાના પાણિગ્રહણથી મનમાં કંઈક આનંદ અનુભવતી હતી. ત્યાં તો માતંગ એકદમ ઉભો થઈ ગયો અને બોલવા લાગ્યો, વિરૂપા, આપણે જાહેર કરવું જોઈએ કે મેતાર્ય આપણો પુત્ર છે. મેતાર્ય મારો પુત્ર છે. ધનદત્તનો નથી. મેતાર્ય મારું સંતાન છે. એ વાત શા માટે છૂપાવવી?
વિરૂપા તેને હાથ પકડી બેસાડવા ગઈ પણ નાજુક વિરૂપાના હાથ તેને રોકી ન શક્યા. તે તો દોડતો લગ્નમંડપમાં પહોંચ્યો. મગધરાજની પાસે જઈને બોલ્યો.
મહારાજા ! મેતાર્ય મારો પુત્ર છે. ધનદત્ત શેઠનો નથી. લોક સમૂહમાં આ અવાજ સંભળાતા લોકોનો શોર બકોર વધી પડયો.
પુનઃ માતંગ મહારાજને કહેવા લાગ્યો, મહારાજ મને ન્યાય આપો મેતાર્ય મારો પુત્ર છે.
ત્યાં તો મહામંત્રી માતંગની નજીક આવ્યા, માતંગ તું શું બોલે છે તેનું ભાન છે? આનું પરિણામ શું આવશે તે વિચાર.
વળી શેઠ પણ તેની પાસે આવ્યા. માતંગ ગાંડો થયો છું ! તું
૧૧ ૧
અનોખી મૈત્રી Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org