Book Title: Anokhi Maitri
Author(s): Sunandaben Vohra
Publisher: Anandsumangal Parivar

View full book text
Previous | Next

Page 114
________________ ઉકેલી હતી, પરંતુ આજની સમસ્યા તેમને માટે કસોટિની હતી. આખરે મહામંત્રીએ જાહેર કર્યું કે લગ્નનો થોડીવાર વિલંબ થશે. પરંતુ મગધના રાજયમાં ન્યાય આપવો વધુ અગત્યનો છે. આ પ્રશ્નનો ઉકેલ લાવવા માટે માતંગની પત્ની વિરૂપાને બોલાવો. જો એણે મેતાર્યને જન્મ આપ્યો હશે તો તે જાહેર કરશે. પુત્રને જાણનાર તેની મા જ હોઈ શકે. પણ વિરૂપાનું શું થયું? માતંગને આવું બોલતો સાંભળી તે તો ગભરાઈ જ ગઈ. હવે શેઠ શેઠાણીની કીર્તિનું શું ? કેટલો મોટો અનર્થ થશે. આમે તે માનસિક રીતે અસ્વસ્થ તો હતી જ. તે આ બીના સહન ન કરી શકી અને બેભાન થઈને ઢળી પડી. - રાજ સેવકો તેને ઉપાડી લાવ્યા. શેઠાણી પણ આવી પહોચ્યા. વિરૂપાને રાજમહેલના એક ઓરડામાં સૂવડાવી દીધી. શેઠાણી તેની પાસે બેસી ગયા. વિરૂપા, મારી સખી, તને શું થયું? બોલ એકવાર બોલ, વિરૂપા ધીમે ધીમે બબડતી હતી. મહારાજ, મહામંત્રી, મારે કોઈ પુત્ર હતો નહિ હું પુત્રને વેચું તેવી હલકી નથી. વીર પ્રભુની ભક્ત છું. મેતાર્ય મારો પુત્ર નથી. ધનદત્ત શેઠ અને દેવશ્રી શેઠાણીનો છે. મેં પુત્ર વેચ્યો નથી. લોકો બોલ્યા માતંગ જૂઠો ઠર્યો. હવે સજાને પાત્ર બન્યો છે, તેની દશા ભૂંડી થશે. આટલું બોલી વિરૂપા પુનઃ બેભાન બની ગઈ. ત્યાં તો શેઠાણી ઓરડામાંથી બહાર આવ્યા. તેમણે મહામંત્રીને સંબોધીને કહ્યું. મહામંત્રી, મેતાર્ય અમારો પુત્ર નથી. મારા ચાર સંતાનો મારા પેટની ગરમીથી મરણ પામ્યા હતા, પાંચમો પ્રસંગ મને મુંઝવતો હતો. કારણકે અઢળક સંપત્તિના વારસ માટે શેઠ બીજી પત્ની કરે તેવી સંભાવનાથી હું ખૂબ દુઃખી થતી હતી. આટલું કહેતા શેઠાણી હાંફી ગયા. પુનઃ બોલ્યા મારી અને વિરૂપા વચ્ચે ઘણા સમયથી ભેદરહિત મૈત્રી હતી. તે મારા આ દુઃખથી દુ:ખી થઈ અને તેણે પ્રસ્તાવ મૂકયો કે મારું બાળક તમે સ્વીકારો, અનોખી મૈત્રી ૧ ૧ ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146