________________
મહા પ્રેરક હતું. તેમના પગલે પગલે પ્રભુતા પ્રગટતી હતી. સૂર્ય જેવું પ્રકાશિત ભાલ, સાગર સમા ગંભીર, ચંદ્રના જેવું શીતળ મુખાવિંદનુ શું વર્ણન કરવું. !
વળી કુમારે જયારે બેડી જડેલી ચંદનાનું વર્ણન કર્યું ત્યારે સૌના નયન સજળ બન્યા. પ્રભુ ચંદનાના આંગણે પધાર્યા તે સમયનો પ્રસંગ તે સર્વેને આશ્ચર્ય પમાડી ગયો અને બેડીઓ તૂટી કેશકલાપ દીપી ઉઠયો એ દિવ્યતા અદ્ભૂત હતી. રાજા પ્રજા સૌ બોલી ઉઠયા મેતાર્ય તમારા પ્રવાસના પુરૂષાર્થને ધન્ય છે. તેમાં પણ તમને જ્ઞાતપુત્રના દર્શન થયા સ્વચક્ષુ વડે નિહાળેલા પ્રસંગનું, પ્રભુની ગરિમાના અદ્ભૂત વર્ણને અમને પાવન કર્યા.
ધન્ય મેતાર્યકુમાર. હવે તે માનનિય થઈ ગયા.
મહારાજા, મહામંત્રી અનુક્રમે સૌના ક્રમ પ્રમાણે સૌએ મેતાર્યનું અભિવાદન કર્યું. ધનદત્ત અને દેવશ્રીના હૈયા નાચી રહ્યા હતા. દિવસો સુધી આ ધર્મ સહિતનું અર્થકામનું વર્ણન વિદેશની સુંદરીઓનું રસપ્રદ વર્ણન. તેમાં અંતે જ્ઞાતપુત્રના દર્શનનું વર્ણન લોકોના મુખે પ્રગટ થતું રહ્યું.
મેતાર્ય થોડા દિવસ માન સમારંભોના કાર્યો, વ્યાપારના કાર્યોથી વિરામ પામ્યા. ત્યાં તો વિદેશથી જે જે કન્યાઓના કહેણ હતા તે સૌ કન્યાઓના ચિત્રો અને વર્ણનો આવતા રહ્યા. માતા પિતા તે સર્વ જોઈ આનંદિત થયા. તેમાં સાત કન્યાઓની પસંદગી કરી વળતા જવાબ આપ્યા. એ પ્રસંગની લગભગ છ માસ સુધીમાં તૈયારી કરવાની હતી. શેઠ શેઠાણી તે અંગેની અનેકવિધ તૈયારી કરવામાં જોડાયા
હતા.
શેઠ વ્યાપારથી નિવૃત્ત થયા હતા. તેથી મેતાર્ય પોતે સઘળો વ્યાપાર સંભાળતા હતા. વળી લગ્નની તૈયારી પણ ચાલતી હતી. અભયમંત્રીનો રાજયના સંબંધે અને મૈત્રીભાવે પૂરો સહકાર હતો. એટલે લગ્નોત્સવમાં શું મણા રહે ? પૂરા નગરમાં મેતાર્યના લગ્નનો ઉત્સાહ હતો. તે માટે અનેક ચર્ચાઓ થતી હતી.
લગ્ન પ્રસંગમાં કેવા ઉત્સવો થશે. સાત કન્યાઓ કેવી સૌંદર્યવાન
અનોખી મૈત્રી
Jain Education International
For Private & Personal Use Only
૮૫
www.jainelibrary.org