________________
તેણે આજે આ શું ઘેલછા કરી ? આમાંથી કેવો અનર્થ ઊભો થશે?
મેતાર્ય આશ્ચર્યથી આ વાત સાંભળી, વાસ્તવિકતા વિચારીને બોલ્યો, ત્યારે શું હું વિરૂપા માતંગનો પુત્ર મેતકુળનો ને !
અરે તને કોણ મેત કહે, જોઉં તો ખરી, તું તો આર્યપુત્ર છે.
ના, “મા” તારી વત્સલતા પાસે મને કંઈ કીર્તિ ધનદોલતની જરૂર નથી. હું મેત તરીકે ઓળખાવા તૈયાર છું. તારું સમર્પણ તારી ઉદારતા, આર્યતાને પ્રગટ કરે છે. એવી માને પામીને આ વાત પ્રગટ કરવામાં મને કંઈ જ વાંધો નથી.
મેતાર્યની ભાવનાપૂર્ણ વાણી સાંભળી વિરૂપા પૂરી સ્વસ્થ થઈ હતી. તેને વાસ્તવિકતાનું ભાન આવ્યું કે થોડા વખતમાં મેતાર્યના લગ્ન થવાના છે. ત્યાં તેણે માતા થઈને લાગણીના પૂરમાં કેવું કુકર્તવ્ય કર્યું !
બેટા ! ખરેખર તું મને ગરીબને માતાની જેમ ચાહે છે અને ચાહીશ ?
હા, તેમાં શંકા નથી તમે તેની પરીક્ષા કરી લેજો.
તો એક વાતની ખાત્રી આપ કે તું મારી આ કહેલી વાતને ભૂલી જજે. જાહેર ન કરતો.
ના, હવે એ નહિ બને.
મેતાર્ય તું વચનભંગ ના થઈશ ! મને કે દેવશ્રીને દુઃખી ના કરીશ. આ વાત જાહેર ન કરવાનું વચન આપી દે.
ભલે, તારી ઈચ્છા મુજબ થશે. હવે માતંગ આવતો હશે તું ઝડપથી ચાલ્યો જા.
મા, કોણ કહે છે આ મેત, શુદ્ર છે અભણ છે. આટલો ત્યાગ આટલું મનોમથંન, દુઃખ જીરવવાની આટલી ઉદારતા !
મેતાર્ય કોણ જાણે મારામાં આવી નબળાઈ કેમ આવી? સખીભાવે જે કાર્ય કર્યું હતું તેને નિભાવવાની મારી ફરજ છે તેમાં મને સંતોષ છે અને હતો. માટે બેટા મને માફ કરજે. તારા ઉજળા ભાવિ જીવનમાં હું કયાંય ભૂલ ન ખાઉં તેવું મને પ્રભુ બળ આપે.
“મા”..મેતાર્યને ગળે ડૂમો ભરાઈ ગયો. આ વીર નારી તરફ
અનોખી મૈત્રી Jain Education International
૧૦૩ www.jainelibrary.org
For Private & Personal Use Only