________________
જોતા તેને નયનો સજળ થયા.
બેટા તારું કલ્યાણ થાઓ અને જલ્દી પાછો ફરી જા. તારી માને ભૂલે ચૂકે કંઈ વાત કરીને દુઃખી ના કરતો. મારું વચન બરાબર પાળજે. મને માફ કરજે.
માફ ! ભલે તને આપેલું વચન પાળીશ.
હવે જલ્દી રવાના થા. મેતાર્ય જવા ઉભો થયો પરંતુ તેના નયન સજળ હતા. તે ધીમે પગલે પોતાના અશ્વ પર રવાના થયો.
માતંગ બિમારીમાંથી ઉઠયો, પણ મસ્તક પરનો ઘા અને શરીરના અતિ ઘાયલ થવાને કારણે શરીરે નબળો પડ્યો હતો. વિરૂપા તેની ખૂબ કાળજી રાખતી. શૂરવીર માતંગની નબળી દશા જોઈ વિરૂપાના ચિત્તમાં એક વાત જે છૂપી હતી તે વાતે હવે જાણે એક જખમનું સ્થાન લીધું. તેમાં મેતાર્યની માંદગીમાં નિકટપણાથી તેનું મન વાત્સલ્યભાવે કંઈક મંથનમાં પડી જતું. તેમાં આ માતંગથી છૂપાયેલી આ વાત તેના જખમ પર મીઠું પડતું હોય તેવી તેના મનમાં પીડા ઉપજતી.
જ્ઞાતપુત્રના બોધને યાદ કરતી. તે કોઈવાર ભજનપદો ગાતી, પણ તેનું મન માનતું નહિ. વળી વ્રત તપ કરતી પરંતુ મેતાર્યને ભૂલવાનું બનતું નહિ.
માતંગ જયારે સંતાનની વાત કરતો ત્યારે તેને સમજાવતી કે કોના છોરૂ, કોના વાછરૂ, કોના માને બાપજી?
એક ભવની સગાઈ પછી કોના સગપણ રહેવાના છે. નબળો પડેલો માતંગ વિરૂપા સાથે હવે આ વાતોને વધુ લંબાવતો નહિં. અને શેરીના બાળકોને શિક્ષણ આપી સંતોષ માનતો.
વિરૂપા પણ વયને કારણે નબળી પડી હતી. તેમાં કયારેક પેલું મંથન તેને અસ્વસ્થ કરી દેતું.
ભગવાન કહેતા સંસારમાં રહેલા જીવને પુત્રાદિ પરિવારમાં પોતાપણાના ભાવ દુઃખી કરે છે. અજ્ઞાનવશ જીવ તે સૌમાં આત્મબુદ્ધિ કરી પુણ્યના યોગે સુખ માને છે અને પાપના યોગે દુ:ખ માને છે. અનંતકાળમાં તેણે કેટલાયે માતા પિતા આદિ સંબંધો બાંધ્યા અને છોડયા વળી દરેક જન્મે પાછી નવી રીત અને પ્રીત તે એક સ્વપ્ન
અનોખી મૈત્રી
૧૦૪ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org