________________
જેવી છે. જ્ઞાન અને વૈરાગ્ય વગર જીવ આ મોહના સામ્રાજયનો તાગ પામી શકે તેમ નથી.
આવું વિચારતી, માતંગને સમજાવતી. પરંતુ પોતે અંતરમાં સંતાપ સેવતી. વય વધવા છતાં તે અને માતંગ હજી સ્નેહથી બંધાયેલા જુવાની જેવા જ હતા. તેથી તેને માનસિક શાંતિ મળી રહેતી.
મેતાર્ય વિરૂપા પાસેથી હવેલીએ પહોંચ્યો. લગ્નને થોડા દિવસોની જ વાર હતી. માતા પિતા લગ્નના કામમાં પ્રવૃત્ત હતા.
મેતાર્યનું મંથન હવેલીમાં આવીને મેતાર્ય પોતાના ખંડમાં ગયો. એક આસન પર શૂન્યમનસ્ક થઈ બેસી રહ્યો. મનોમંથનમાં ગુંચવાઈ ગયો. તેને વિચાર્યું કે વિરૂપાએ કેવા સમયે ગુપ્ત વાત તેની પાસે પ્રગટ કરીને સંતાપ પેદા કર્યો?
વળી વિચારવા લાગ્યો કે મેત ગણાતી આ નારીનું સમર્પણ કોઈ સત્વશીલ સન્નારીને છાજે તેવું છે.
હા, પણ તેને લગ્નોત્સવના દિવસોમાં મને મુંઝવણમાં મૂકી દીધો ! તે માતા થઈને સમજી ન શકી કે પુત્રના વૈભવશાળી આ ઉત્સવમાં મારા મનમાં આ વાતે કેવો સંતાપ થશે?
હા, પણ તે એક માતાનું હૃદય તો ખરું ને? જયારે હું લગ્નના માંડવે જવા અશ્વારૂઢ થઈશ ત્યારે માતા પિતા (પાલક) કેવા મહાલશે. સ્વજનો સૌ ગીતો ગાશે. નગરજનો વધાવશે અને મહારાજા અને મહામંત્રી મારા રથની સાથે રહ્યા હશે. પુત્રવધુઓ સૌના આશીષ મેળવશે, માતાને ચરણે નમશે. ત્યારે, ત્યારે, ત્યારે આ સાચા માતા પિતાનું સ્થાન કયાં હશે? મેત જાતિના મંડળમાં બેસીને દૂરથી જોવાનું જ, માત્ર દૂરથી આશિષ આપવાનું! તે વિચારતો હતો કે વિરૂપા કંઈ રીતે ઉતરતી હતી. રૂપ હતું, બુદ્ધિ હતી, માતંગ પણ ઉતરે તેવો ન હતો. પરાક્રમી, મંત્રરાજ, રૂપાળો, વળી બન્નેનું કેવું સ્નેહ ભર્યું દામ્પત્ય જીવન ! રોજે જ જુવાન થતા હોય તેવું લાગતું.
હા, પરંતુ છેલ્લા બિમારીના પ્રસંગ પછી માતંગ શરીરે નબળો પડયો હતો. વિરૂપા મેતાર્યની નિકટતાથી અને માતંગથી આ રહસ્ય
અનોખી મૈત્રી Jain Education International
૧૦૫
For Private & Personal Use Only
www.jainelibrary.org