________________
છૂપુ રાખવાથી મનમાં ખૂબ મૂંઝવણ અનુભવી નબળી પડી હતી. ત્યારે બન્નેને લાગતું કે આ વયે ટેકાની જરૂર છે. પણ કુદરતને તે માન્ય ન હતું તેથી આખરે બન્ને એકબીજાનો ટેકો બની જીવતા છતાં છેવટે વિરૂપા ખૂબ મૂંઝાઈ ત્યારે તેણે માતંગ નહિ પણ મેતાર્ય પાસે ભેદ ખૂલ્લો કર્યો. કરીને પણ શું? છેવટે તે છૂપાવવાનું વચન માગ્યું.
સાંજે માતાપિતા સાથે ભોજન લઈ થોડું કામ પતાવી તે પુનઃ પોતાના ખંડમાં આવ્યો. તેની મનોવ્યથા હજી શમી ન હતી. એક બાજુ રૂપવતી નારીઓના સમાગમનાં શમણા સેવતો હતો. ત્યાં વિરૂપાએ જે વાત્સલ્ય પ્રગટ કર્યું તે તેને ખૂબ સ્પર્શી ગયું હતું.
કેવો નિર્વ્યાજ પ્રેમ ! તેમાં કંઈ અર્થલાભ કે અન્ય અપેક્ષા ન હતી. જગતના માનવીઓના શુદ્ર મન કયાં અને આવી ઉજવળ ભાવના કયાં! એક સખીનું દુઃખ દૂર કરવા કેવું સમર્પણ. હા, જો તેને બીજું સંતાન હોત તો આ સમસ્યા ઉભી ન થાત. અરે ! દૈવ તને આ નારીના સમર્પણનો પણ અણસાર ન આવ્યો.
તેનું મનોમંથન ઘેરું બનતું જતું હતું. તે આસન પરથી એકદમ ઉભો થઈ ગયો. “મા, મા', મારાથી તારૂ વચન નહિ પળાય. તારી મહાનતા આગળ મને મારા સુખ વૈભવ તુચ્છ લાગે છે. તારી વાડી સૂકી બનાવીને અન્યની વાડી લીલી બનાવી. શા માટે ? ના, મારે આ વૈભવ નથી જોઈતા. હું તારો જ પુત્ર થઈને રહીશ.
ત્યાં તો તેના અંતરમાંથી અવાજ ઉઠયો. અરે ! તું વચનબદ્ધ છું. શેઠાણીના સુખમાં આગ ન મૂકતો. તું દેવશ્રી અને ધનદ શેઠનો પુત્ર છું. તેના ચિત્ત પર પડઘા પડતા હતા. ભૂલી જજે, મને ભૂલી જજે. મને દુઃખી ન કરતો તને દૂરથી નિહાળી હું આનંદ માનીશ.
આમ ભારે મનોવ્યથા ભોગવતો તે મોડી રાત્રે નિદ્રાવશ થયો. લગ્નના માંડવે જતાં મેતાર્યનું અપૂર્વ સન્માન
પ્રભાત થયું. આજથી લગ્નના ઉત્સવના કાર્યક્રમોનો પ્રારંભ થતો હતો. તે શવ્યાનો ત્યાગ કરે ત્યાં તો તેના આંગણે વિવિધ વાજિંત્રોના અવાજ ગાજતા થયા. અતિથિઓના આગમનથી આંગણું ઉભરાવા લાગ્યું. શેઠે ધનના ભંડારો ભંડારીઓને સોંપી દીધા હતા. કોઈ તોલ
અનોખી મૈત્રી
૧૦૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org