________________
જીવિત છે. તે તું જ છે. એક વાર મને ‘મા’ કહે બેટા !
મેતાર્ય : તમે મારું જીવન બચાવ્યું છે. તમે મારા માતા કરતા મહાન છો. મને તમને માતા કહેવામાં કંઈ નાનમ નથી.
મેતાર્ય, અત્યારે મારું મન અસ્વસ્થ થઈ ગયું છે. હું શું કહી રહી છું તેનું મને ભાન નથી. તું ધનદત્ત શેઠનો કે દેવશ્રી માતાનો પુત્ર નહિં પણ મારો, વિરૂપા માતંગનો પુત્ર છું. સખીભાવ નિભાવવામાં મેં તને શેઠાણીને સુપ્રત કર્યો હતો.
વિરૂપા, તમારી વાત મને સમજાતી નથી. તમે મને જીવતદાન આપ્યું છે. તે રીતે તમે મારી માતા જ છો. પણ મને તમારી આ વાત સમજાતી નથી.
બેટા ! આજે તારી પાસે બધું પ્રગટ કરું છું. શેઠાણીને બાળક જીવતા ન હતા. મેં સખી ભાવથી તેમનું દુઃખ દૂર કરવા, કુદરતી સંકેતથી મેં તને તરત જ જન્મેલાને શેઠાણીને સુપ્રત કર્યો. હજી મેં તને પૂરો જોયો ન હતો. સ્તનપાન કરાવ્યું ન હતું. અને વચનબદ્ધ હતી તે પ્રમાણે નંદાદાસી દ્વારા શેઠાણીની બાળકીને મેં સ્વીકારી અને તને શેઠાણીને સુપ્રત કર્યો. બાળકી રોગથી ભરેલી હતી તે તો છે દિવસે મૃત્યુ પામી. પણ તારા પરકમ, તારી સજનતા, તારા ગુણો મને નિત્ય આકર્ષતા હતા. વળી માતંગને આ વાતથી અજાણ રાખવાનું મારું દુ:ખ મને નબળી પાડે છે. એટલે આજે તને પૂરા દિલથી ચાહવા માટે રોકયો છે.
તારા ગુણ, પરાક્રમ, સજ્જનતા જેવા લક્ષણોથી તારા પ્રત્યે વધુ વાત્સલ્યથી ભીંજાઈ જાઉં છું, ત્યારે મારા મન પર કાબુ રહેતો નથી તેથી તને ભૂલી શકતી નથી. વ્રત તપ કરીને ભૂલવા મથું છું. પણ માંદગી વખતની નિકટતાથી મારા મનના ઉંડાણમાં ઉતરેલું આ વાત્સલ્ય ભૂલી શકતી નથી. આમ બોલી વિરૂપા ઉભી થઈ મેતાર્યને આલિંગન આપી માથે હાથ ફેરવ્યો. મેતાર્યના હૃદયમાં પણ વિરૂપા પ્રત્યે આદરભાવ થયો તે બોલી ઉઠયો “મા'.
વિરૂપાને જાણે સ્વર્ગીય સુખ મળ્યું. ત્યાં વળી કોઈ પક્ષીના મધુર અવાજે વિરૂપા સ્વસ્થ થઈ. તેને તરત જ ભાન આવ્યું કે અરે
૧૦૨
અનોખી મૈત્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org