________________
મદમાં આવી ગયો. પણ તેને પેલી વાત યાદ આવી સુકૃત્યો અને દુષ્કૃત્યો કહેવાના ? - ત્યાં વળી ત્રીજા ખંડમાં આવ્યા તે ખંડની હવા જ માદકતાથી ભરેલી હતી. યોગી છળી જાય તેવા શૃંગાર ચિત્રોથી દિવાલો મઢી હતી. વળી બીજી સુંદરી તેની સામે આવી. પાતળા વસ્ત્રોમાં ખીલેલા યૌવન સાથે તેની નજીક આવી હાથ પકડી આગળના ખંડમાં લઈ ગઈ. તંદ્રામાં પડેલો ખેડૂત વિચારમાં પડી જતો.
અહીં તો વળી સાક્ષાત મેઘરાજા પધાર્યા હતા. તેની વર્ષોમાં પણ કંઈ અભૂતતા હતી (એ વાસ્તવિક વર્ષા ન હતી પણ એવી રચના હતી.) નાથ તમે હવે શ્રમિત થયા હશો. હજી આવા તો ઘણા ખંડો છે. તમે તેમના સ્વામી છો.
દેવીઓએ રોહિણેયને અભિષેક આદિ વિધિ માટે અતિ કોમળ એવા હાથ વડે ચલાવી અનેક પ્રકારના ભોગોથી ભરપૂર મોટા જળકુંડ પાસે લઈ આવી. હવે તે પૂરા ભાનમાં આવી ગયો હતો. તેના હાથને બન્ને બાજુ પકડીને અપ્સરાઓ ચાલતી હતી. તેના હાથ પરની ભીનાશ રોહિણેયને સ્પર્શતી હતી. છ છ દિવસના શ્રમ પછી આ માનવીય અપ્સરાઓ શ્રમિત થઈ હતી. તેમની આંખો શ્રમથી પલક પલક થતી હતી. પુનઃ વિનવવા લાગી. નાથ હવે અભિષેક કરતા પહેલા તમારા સુકૃત્યો અને દુષ્કૃત્યો કહો. વળી આ ભૂમિમાં અભિષેક થતાં તમારા બધા દુષ્કૃત્યો નાશ પામશે. કેવળ તમારા સુકૃત્યો જાહેર થશે. પછી ચિરકાળ સુધી આ સર્વ ભોગના તમે સ્વામી થશો. - રોહિણેય ઘડીભર તો શૃંગાર રસમાં આકર્ષાયો. પરન્તુ તરત જ સાવધ થયો. તેણે પોતાના સુકૃત્યો કહેવા માંડ્યા.
હે, દેવીઓ ! હું પૃથ્વી પર સાધુસંતોની સેવા કરતો. નિર્દોષ જીવન જીવતો એના પરિણામે આ સ્વર્ગમાં આવ્યો છું. તમે જ વિચાર કરો દુષ્કૃત્યોવાળો આ સ્વર્ગપુરીમાં કેવી રીતે આવે ?
ન્યાયના દિવસની અવધિ પૂરી થઈ હતી. શ્રમિત દેવીઓના શરીર પર પરસેવો થતો હતો. તેમની માળા કરમાતી હતી. વળી રોહિણેયે ધ્યાન દઈને જોયું કે તેમની આંખો પલક પલક થતી હતી.
અનોખી મૈત્રી
(
૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org