________________
હું રોહિણેય સ્વયં લૂંટારો છું. મારું લોહી લૂંટના-ખૂનના કાર્યોની અપવિત્રતાથી ભરેલું છે.
પરિષદમાં હાજર રહેલા માનવીઓ ચમકયા કોઈક વળી ગભરાયા કે આ રોહિણેયનો કોઈ નવો પ્રપંચ તો નહિ હોય ?
આ મહાપાપી કેવી રીતે ધર્મ પ્રાપ્ત કરી શકે ?
પ્રભુએ કરૂણાભીની દ્રષ્ટિથી કહ્યું જીવમાત્ર ધર્મને પાત્ર છે. ભયંકર પાપી પણ પશ્ચાતાપના અગ્નિમાં પાપને બાળી શકે છે. રોહિણેય તું સંયમી અને શૂરવીર છે. તું સાચો પશ્ચાતાપ કરી પોતાની જાતને પવિત્ર બનાવી શકે છે. હે પ્રજાજનો, તમે નિર્ભય રહેજો અને તેને ઉદાર ચિત્તથી નિહાળજો.
રોહિણેય બે હાથ જોડી પ્રભુના ચરણની રજ લીધી, જ્ઞાતપુત્રનું શરણું લઈ યતિ ધર્મ સ્વીકારવા તૈયાર થયો. - હા, પણ પ્રભુ હું સાધુધર્મ સ્વીકારું તે પહેલા મારા પાપોનું પ્રાયશ્ચિત કરી લઉં. મગધરાજનો મેં મહા અપરાધ કર્યો છે. દેહ પલટો કરી મહામંત્રીને છેતર્યા છે. પ્રજાને લૂંટી ઘણું ધન ભેગું કર્યું છે. તે ધન સૌને સોપી દઉં. મહારાજ, મહામંત્રી, પ્રજા સૌની ક્ષમા માંગી લઉં ! વળી જો તેઓ મારા ગુનાની સજા કરે તો તે ભોગવી લેવા તૈયાર છું. કારણ કે ફાંસીની સજાના ભયથી મેં આપનું શરણું લીધું નથી. આપના સત્ય ધર્મનો મેં સ્વીકાર કરીને શરણું લીધું છે.
ત્યાં તો મગધરાજ, મહામંત્રી ! પરિવાર સાથે આવી પહોંચ્યા. તેણે તરત જ મગધરાજ અને મહામંત્રીને ચરણે નમી ચરણરજ લીધી.
હે મગધરાજ, હે મહામંત્રી હું રોહિણેય, તમારો ગુનેગાર. મેં કાયાપલટ કરી મહામંત્રીને છેતર્યા હતા. આ સાંભળતા સાથેના પરિવારના સૌ ગભરાઈ ઉઠયા. રોહિણેય ! ચોર, લૂંટારો !
હું તમારી તથા તમારી પ્રજાની મારા ભયંકર અપરાધ બદલ માફી માંગી રહ્યો છું. મેં પ્રભુનું શરણ સ્વીકાર્યું છે. પ્રભુ પાસે સાધુ ધર્મ અંગીકાર કરવાની ભાવના રાખું છું. અને તેણે અતિ નમ્રતાથી સૌને બે હાથ જોડી ક્ષમા માંગી. ત્યારે, સૌના ચિત્તમાંથી ભય તો નીકળી ગયો પણ સૌ ગદ્ગદ્ થઈ ગયા.
અનોખી મૈત્રી
૯૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org