________________
હે મહારાજ, હું અને મારા પકડાયેલા સાથીઓ અમારા અપરાધની સજા ભોગવવા તૈયાર છીએ. જો મારા સાથીઓ છૂટા થશે તો તેઓ પણ મારા માર્ગે આવશે. તેની ખાત્રી આપુ છું. પોતાના સાથીઓનો આવો વિશ્વાસ! મહારાજ, મહામંત્રી, મેતાર્ય સોના મન આ નરવીરની દીલાવરી પર ઝૂકી ગયા.
મહામંત્રી : તેઓ સ્વમાનભર્યા મુક્ત થશે. મગધરાજ તમારા સૌના ત્યાગ અને ઉદારતા માટે પ્રસન્ન છે. તમને કોઈ સજા કરવાની રહેતી નથી. પ્રભુનું શરણ લેનાર સજાને પાત્ર નથી.
મહામંત્રીની આજ્ઞાથી સુભટો થોડીવારમાં પકડાયેલા તેના સાથીઓ અને તેના નિકટના મિત્ર કેયુરને લઈ આવ્યા.
કેયુર મેં જ્ઞાતપુત્રનું સ્વેચ્છાએ શરણું સ્વીકાર્યું છે. મને સમજાયું છે કે તેમનો ધર્મ સત્ય છે. સમાનતાનો છે. પછી તેણે કેયુરને તમામ દ્રવ્ય મહારાજાને અર્પણ કરી દેવાની આજ્ઞા કરી. પ્રથમ કેયુર કંઈ સમજી ન શકયો. તેને લાગ્યું કે પોતાનો નેતા અપરાધી તરીકે પકડાઈ ગયો છે. તેથી ફાંસીની સજાના કારણે ખજાનો અર્પણ કરવાનું કહેતા હશે ?
હે, સ્વામી ! તમારે બદલે હું સજા ભોગવવા તૈયાર છું. તમે શા માટે જ્ઞાતપુત્રની શરણાગતિ સ્વીકારો છો? દાદાની પ્રતિજ્ઞાનો ભંગ કરો છો ?
હે, કેયુર ! મારા દાદાને અને મને જે રાજય મેળવવાની ઝંખના હતી તે અસત્ય હતી. તેના કરતાં પણ મને મોટું રાજય પ્રભુ પાસેથી મળી ગયું છે. હું તો જ્ઞાતપુત્રનો શિષ્ય બની ધન્ય થઈ ગયો. નિરર્થક ગુમાવેલું જીવન પાછું સાર્થક થવા મળ્યું છે. હું હવે સાધુ થઈશ. તે પહેલા દેવું ચૂકવી દેવું જોઈએ. માટે મહામંત્રીની આજ્ઞા મુજબ સુભટોને લઈને જા અને બધી જ મિલ્કત તેમને અર્પણ કરી દે. કેયુરે આજ્ઞા શિરોમાન્ય કરી કર્તવ્ય બજાવ્યું.
સંપૂર્ણ સંપત્તિ સોંપીને કેયુર પાછો આવ્યો અને રોહિણેયને નમીને ઉભો રહ્યો. સ્વામી ! જયાં તમે ત્યાં અમે, અમને પણ પાપી જીવનથી તારો અને પવિત્ર જીવન જીવવાની તક આપો.
૯૬
અનોખી મૈત્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org