________________
જેવા આ સુખોથી અંજાઈ ન જતા. હવે જાગો આવો અવસર પુનઃ પુનઃ નહિ મળે. હે મહાનુભાવો ! જીવમાત્રમાં શુદ્ધ ચૈતન્યનો વાસ છે. આ બધા ભેદ કર્મની વિચિત્રતાના છે. છતાં માનવ પોતાના ગુણ અને સદાચારથી યોગ્યતાને પ્રાપ્ત કરે છે. ત્યારે બ્રાહ્મણ શુદ્રના ભેદ રહેતા નથી. માટે સત્કર્મ વડે આત્માની શુદ્ધતા આરાધી દોષોની શુદ્રતાને દૂર કરી માનવજીવન સાર્થક કરો. એક પળ પણ ગુમાવવા જેવી નથી. ભગવાન મહાવીરના ચતુર્વિધ સંઘની સ્થાપનાને કારણે મગધરાજયમાં ધર્મનો ડંકો વાગી ગયો. ચારે બાજુ ભગવાન મહાવીરની વાણીના પડઘા હજી સંભળાતા હતા. પૂરી નગરી પ્રભુની અમૃતવાણીના જાદુથી આશ્ચર્યમાં ડૂબી ગઈ હતી.
પ્રભુની દેશના સાંભળી કેટલાય ભવિ જીવોએ સંસારનો ત્યાગ કર્યો, યુવાન રાજકુમારો પણ સહસા ઉભા થઈ પ્રભુના શરણને સ્વીકાર્યું. સુલસા, આદિ કેટલાયે જીવો સમ્યકત્વ પામ્યા. કેટલાયે દેશવિરતિ ધર્મ સ્વીકાર્યો, ધર્મ સભા પૂરી થતાં સૌ સ્વસ્થાને જવા લાગ્યા.
મહામંત્રી અને મેતાર્ય નિકટના મિત્રો હતાં. ધર્મસભામાંથી પાછા ફરતા મહામંત્રીની પાછળ મેતાર્ય પોતાના અશ્વ પર આવતા હતા. તેમણે અશ્વને મહામંત્રીના અશ્વની સાથે ચલાવતાં પૂછ્યું.
મંત્રીરાજ ! કોઈ મહા વિચાર સાગરમાં ડૂબી ગયા છો? મુખ પર ભારે ઉગ જણાય છે. તમે સદા સ્વસ્થ ચિત્તવાળા આજે શું વિચારમાં છો ?
મેતાર્ય, સાચું કહું! રોહિણેયના પૂરા પ્રસંગ પછી મારા મનમાં આ રાજજીવનમાં રસ રહ્યો નથી. જ્ઞાતપુત્રના બોધના શ્રવણ પછી ઘણીવાર રાજજીવન છોડવાનો વિચાર કરું છું. પણ જાણે વધુ ગુંચાતો જાઉં છું. પિતા પ્રત્યેની ફરજનો એમાં કંઈક મોહ ખરો. વળી તેમની આજ્ઞા મળવી જોઈએ તેવી ભાવના ખરી, પણ પિતાજી મારી સંસાર ત્યાગની વાત સ્વીકારતા નથી. તે વાતથી તેઓ અત્યંત દુઃખી થાય છે. ત્યારે વળી મારો સંસાર ત્યાગનો ઉત્સાહ ધીમો પડે છે. છતાં મારે જ્ઞાતપુત્રને શરણે જવું છે. તે વાત નક્કી છે.
તમે સંસાર ત્યાગ કરશો ? આવા મહાસામ્રાજયના મંત્રીપદને,
૯૮
અનોખી મૈત્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org