________________
હશે ! વળી મેતાર્ય કુમારની કીર્તિના કારણે રાજા મહારાજાઓ આવશે. લોકો કહેતા મેતાર્ય મહા પુણ્યશાળી છે ! રોહિણેયનું અધુરું શમણું ?
રોહિણેયે મહારાજા આદિની ચાર દિવસની ગેરહાજરીમાં શ્રેષ્ઠિઓના ધન લૂંટયા. પણ રાજ ખજાનો લૂંટી, બે દિવસ રાજ સિંહાસન પર બેસવાનું શમણું તો અપૂર્ણ રહ્યું. તેનો તેને રંજ હતો. લૂંટ વખતે માતંગ-મેતાર્યના પરાક્રમથી અંતઃપુરમાં પ્રવેશ કરી ન શકયો. અને ભાગી છૂટયો. પરન્તુ તેના ચિત્તમાંથી હજી પેલું શમણું શક્યું ન હતું. રોહિણેયને ફકત ખજાનાની લૂંટ કરવી ન હતી. એ લૂંટમાં ધન તો અઢળક મેળવ્યું હતું. છતાં તે એ વસ્તુને નિરર્થક માનતો હતો. તેને તો મગધરાજની અનઉપસ્થિતિમાં નગરીમાં એવો પ્રભાવ પાડવો હતો કે તે સિંહસાન પર બે દિવસ બેસીને પોતાના નામનો મહારાજ તરીકે જય જયકાર થાય. તેની તે આશા અધૂરી રહી. છતાં તે નિરાશ થયો ન હતો. વળી કંઈક યોજનાઓ ઘડતો હતો. તેને હતું કે જો હું એકવાર સિંહાસન પર બેસું તો પછી અમારી જાતિમાં એ પરંપરા ચાલુ થશે. અને દાદાની ઈચ્છા પ્રમાણે અમારૂં એક રાજ અસ્તિત્વમાં આવશે.
સાથીદારો કહેતા, અમે તમારી સાથે છીએ. એટલે આપણું કાર્ય સિદ્ધ કરીને જ રહીશું. સૌ ભેગા મળી રોજ અવનવા પ્રયોગોનો વિચાર વિમર્શ કરતા હતા.
જો કે મહામંત્રી રાજયમાં અતિ કુશાગ્રતાથી કારભાર કરતા હતા. તેથી રોહિણેયને સહેલાઈથી સફળતા મળે તેમ ન હતી. વળી મહામંત્રી પણ તેને જીવતો પકડવાની પેરવી કરતા હતા. રોહિણેયને પકડવો તે મહામંત્રી માટે મોટો કોયડો હતો. આખરે તેમણે આયોજન કરીને પલ્લીને ઘેરી લીધી.
નદી કિનારાના રોહિણેયના સૈનિકે દોડતા આવીને રોહિણેયને ખબર આપી કે મહામંત્રીએ પલ્લીને ઘેરી લીધી છે. હું ઘાયલ થઈને માંડ માંડ અહીં પહોંચ્યો છું.
રોહિણેય ચમકયો, શું મહામંત્રી જાતે જ મારી સામે યુદ્ધે ચઢવા
૮૬
Jain Education International
For Private & Personal Use Only
અનોખી મૈત્રી
www.jainelibrary.org