________________
જનપ્રિય થઈ ગયા હતા. આથી તેમના આગમનના સમાચાર જાણી તેમના સ્વાગત માટે મહામંત્રીના આદેશથી પુરૂં નગર શણગારવામાં આવ્યું હતું. એવી માનનિચતાની યોગ્યતા તે ધરાવતા હતા.
ધનશેઠના અને દેવશ્રીના આનંદના તો ચારે બાજુ ઝરણા વહેતા હતા. દેવશ્રીના હેત પ્રીતની કોઈ સીમા હોય ! હવેલીના અને શેરીના શણગારમાં તો જાણે સ્વર્ગ ખડું કર્યું હતું. તેમાંય સેવકો પાસે મેતાર્યના વ્યાપારની, દેશદેશમાં તેમના માન, યશની, કન્યાઓના માંગાની વાત સાંભળી માતા-પિતાના સુખની અવધિ શું રહે !
મેતાર્યનું પુણ્ય પણ પૂનમના ચાંદની જેમ સોળે કળાએ પ્રગટયું હતું. મેતાર્યનો રાજગૃહીમાં ઉત્તમ સ્વાગત સાથે પ્રવેશ થયો. હવેલીએ માતાએ કંકુ અને મોતીએ વધાવ્યો. રાત્રિ દિવસ પુત્રની સફળ યાત્રાની વાતો સાંભળી માતા પિતા પ્રસન્ન થતા હતા.
મહારાજા અને મહામંત્રીએ મેતાર્યનો રાજસભામાં સ્વાગત સમારંભ યોજાયો હતો. મેતાર્યો જયારે દેશદેશના વ્યાપાર સમૃદ્ધિ, અનેકવિધ નવાઈભરી રચનાઓ તેમાં પણ દરેક દેશની સુંદર સ્ત્રીઓનું રસભર્યું વર્ણન કર્યું ત્યારે સૌ હર્ષથી રોમાંચિત થઈ ઉઠયા. અંતે મેતાર્યો જયારે જ્ઞાતપુત્રના દર્શન અને ચંદનાને આંગણે થયેલા છે માસના પારણાનું ભાવભર્યું વર્ણન કર્યું ત્યારે સૌ પેલી શૃંગાર કથા ભૂલી ગયા. સૌની નજરમાં જ્ઞાતપુત્રના દર્શનની સ્મૃતિ તાજી થઈ. સૌ એ પ્રસંગ સાંભળવામાં ભાવવિભોર બની ગયા.
હે, સભાજનો! આ તો મેં તમને એક પ્રસંગ કહ્યો પણ તે સમયે જ્ઞાતપુત્રનું પ્રસન્નવદન, તેજસ્વી કાયા, દીર્ઘ તપ છતાં સૌમ્યતા નિહાળીને ધન્ય બની ગયો. તેમાંય જયારે છ માસના ઉપવાસ પછી ચંદનાને આંગણે આવ્યા ત્યારે તેમની કરૂણાભીની દષ્ટિમાં તો જાણે વિશ્વકલ્યાણની ભાવના દશ્ય થતી હતી. આહારમાં સૂકા અડદના બાકુળા મળ્યા છતાં તેમની મુખમુદ્રામાં પ્રસન્નતા ઝરતી હતી. તે દેશ્ય તો કોઈ અનુપમ હતું. તેનું વર્ણન કરવાની પણ મારી શક્તિ નથી.
નગરજનો ઃ છ માસના ઉપવાસ ! અરે, ઉપવાસ એ જ જાણે તેમની ઉપાસના હતી. તેમનું મૌન
८४ Jain Education International
અનોખી મૈત્રી www.jainelibrary.org
For Private & Personal Use Only