________________
આવી રહ્યા છે. પૂરા ગામમાં વાત જાહેર થતાં કૂતુહલભર્યા નગરજનોના ટોળા ચારેબાજુ ભેગા થયા હતા.
રોહિણેયનો નાટકિય પરચો
રોહિણેય પકડાઈ ગયો, તે વિચારતો હતો, દાદાએ કહ્યા પ્રમાણે રાજ સ્થાપવું દૂર રહ્યું પણ હવે ફાંસીને માંચડે ચઢવું પડશે. ત્યાં તેને પોતાની રૂપ બદલવાની વિદ્યા યાદ આવી. તેણે મંત્ર સાધ્ય કરી પોતાનું રૂપ બદલી નાંખ્યું. પાતળા દૂબળા ખેડૂત જેવું રૂપ કર્યું. સૈનિકો તો રોહિણેયને જીવતો પકડવાના ગેલમાં હતા. તેઓ આવી કંઈ વિધિ જોઈ શકયા નહિં. ફાંસલો ભરવેલા રોહિણેયને આગળ રાખી તેઓ પાછળ ચાલતા હતા. મહામંત્રી ખુશમાં હતા.
રોહિણેયનો વરઘોડો હોય તેમ તેને લઈ મહામંત્રી તથા સૈનિકો આવી રહ્યા હતા. માનવમેદની રોહિણેયને જોવા, મહામંત્રીનો જયકાર કરવા ઉસ્તુક હતી. પણ આ શું ? સૌ બોલવા લાગ્યા. આ તે કંઈ રોહિણેય છે ? આવો દુબળો પાતળો ગરીબડો રોહિણેય હોય ? સૌ હસતા હસતા વાતો કરતા. મહામંત્રી એ સાંભળીને મુંઝાયા. એમ આ વરઘોડો રોહિણેય સાથે રાજસભામાં પહોંચ્યો. સૌને આશ્ચર્ય થયું કે શું આ રોહિણેય છે ? મહામંત્રી વિચારમાં પડયા કે પકડેલો રોહિણેય કયાં અને હાલ બંધનમાં રહેલો માણસ કયાં ? શું બન્યું તે કંઈ કળી શકાયું નહિં. મહામંત્રી ક્ષોભ પામી ગયા. તેમને થયું રોહિણેય કંઈક પ્રપંચ કરી ગયો છે. કોઈ વિદ્યાબળે તેણે રૂપ બદલ્યું હશે ? પકડાયેલા રોહિણેયને મહારાજા સમક્ષ હાજર કર્યો. તે માણસ રાજાને કરગરવા લાગ્યો કે હું ગરીબ ખેડૂત છું. મને પકડીને લાવ્યા છે. મારો કંઈ વાંક ગૂનો નથી મને ન્યાય આપો.
રોહિણેયને જીવતો પકડવાની યશગાથા રાજસભામાં ને નગરમાં ગવાતી હતી. મહામંત્રીનો જય જયકાર બોલાતો હતો ત્યાં વળી આ ગરીબ માણસે ન્યાય માંગ્યો.
મહામંત્રી મુંઝાયા. તેમણે માતંગ અને મેતાર્યને બોલાવ્યા જેઓ રોહિણેયથી પરિચિત હતા. તેઓએ આવીને જાહેર કર્યું કે આ રોહિણેય નથી.
८८
Jain Education International
For Private & Personal Use Only
અનોખી મૈત્રી
www.jainelibrary.org