________________
આવ્યા છે. તેણે અમુક અવાજ કરી સાથીઓને ભેગા કર્યા. નિકટના સાથી કેયુરે કહ્યું તમે સુરક્ષિત જગાએ પહોંચો અમે મહામંત્રીને પહોંચી વળીશું. કેયુર કેટલાક સાથીઓ સાથે સ્વયં મહામંત્રી પાસે હાજર થયો. તે સૌને જેલમાં મોકલી આપવામાં આવ્યા. - રોહિણેય એમ પાછો શા માટે પડે? તે સજ્જ થઈને નીકળ્યો ત્યાં મહામંત્રીનો ભેટો થઈ ગયો. બન્નેએ સામ સામે તીરનો વરસાદ વરસાવ્યો. બન્નેના ઘોડા ઘાયલ થઈ ગયા. બન્ને પગપાળા આગળ પાછળ દોડતા હતા. ગિરિકંદરાનો પરિચિત રોહિણેય મોટી છલાંગો મારી દૂર નીકળી જતો. મહામંત્રી પણ જીવ માટે પગપાળા દોડતા રહ્યા. તેમને માટે આ ભૂમિ અજાણી હતી. છતાં રાજયના સૈનિકોની મદદથી તે રોહિણેયની નજીક આવી ગયા હતા.
મહામંત્રીના તીરથી રોહિણેય પગે ઘાયલ થયો. તીરને ખેંચીને દોડતો રહ્યો. ત્યાં તેના પગે શૂળ વાગી. છતાં તે દોડતો રહ્યો. પણ શૂળની વેદનાથી તે હવે દોડી ન શકયો. એટલે તે શૂળો કાઢવા નીચે બેઠો ત્યાં તેને કાને કોઈ મધુર અવાજ આવ્યો, ઓહ આતો જ્ઞાતપુત્રની વાણીનો અવાજ આવ્યો. તે સમયે અપાપાપુરીમાં જ્ઞાતપુત્ર મહારાજ કેવળજ્ઞાન પામ્યા હતા. દેવ રચિત સમવસરણમાં તેમની દિવ્યધ્વનિના પડઘા એક યોજન સુધી પથરાઈ જતા હતા. પ્રથમ તો તેણે કાનમાં આંગળી ખોસી દોડવા માંડયું. પણ વેદનાને કારણે દોડી ન શકયો. એટલે આંગળીઓ કાઢીને શૂળ કાઢવા નીચે બેઠો ત્યાં તેણે માત્ર સાંભળ્યું કે દેવ જમીનથી અદ્ધર ચાલે, દેવને પરસેવો ન વળે. તેમની આંખની પાંપણોની પલક ન થાય. તેમની માળા ન કરમાય. વળી દેવલોક્ના સુખના વૈભવનું વર્ણન સાંભળ્યું.
- આ શબ્દો કાને પડતા રોહિણેયને પોતાની જાત માટે પ્રતિજ્ઞાભંગથી ધિક્કાર છૂટ્યો. શૂળના દર્દથી તે ઉભો થઈ ન શકયો. નજીક આવેલા મહામંત્રીના સેવકોએ તેના ગળામાં દૂરથી દોરડાનો ફાંસલો નાંખી તેને પકડી લીધો. આમ રોહિણેય જીવતો પકડાયો હતો.
રોહિણેયને પકડયા પછી મહામંત્રીએ રાજસેવકોને નગર તરફ મોકલી સમાચાર મોકલાવ્યા કે રોહિણેયને જીવતો પકડી મહામંત્રી
૮૭
અનોખી મૈત્રી Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org