________________
અનુભવતી.
દિવસ અને રાત એક ક્ષણના પણ વિરામ વગર તે બન્ને ખાટલાની આજુબાજુ સેવા કાજે ઘુમ્યા કરતી ન થાક, ન ઊંધ, ન ભૂખ, ન તરસ. જાણે તેના શરીરમાં કોઈ દૈવી શક્તિનો સંચાર થયો હોય તેમ તે સેવા સુશ્રુષા કરતી. સચિંત છતાં તેના હૃદયના મેતાર્યની નિકટતાથી તેના પેટાળમાં કોઈ સુખના દીવા ટમટમતા અનુભવતી.
ધનદત્ત શેઠ, દેવશ્રી શેઠાણી, નંદાદાસી તથા બીજા અનેક દાસદાસીઓ છતાં સેવા સુશ્રુષા, ઔષધ આપવા, પાટાપીંડી કરવાનું કામ તે કોઈને સોંપતી નહિં. મેતાર્યની સેવા કરી તેના શરીરને પંપાળી, વળી તરત જ તે માતંગ પાસે પહોંચી જતી, તેને પૂરા હેતથી પંપાળી પાછી મેતાર્ય પાસે જતી. કોઈ દાસ દાસી અરે ખુદ શેઠાણી કંઈ ઔષધ આપવા પ્રયત્ન કરતા તો તે તેમને પણ રોકતી. બા, એ કામ મને જ કરવા દો. આવી ગંભીર સ્થિતિમાં કંઈ ભૂલ થાય તેનું જોખમ છે. શેઠાણી પણ એની વાત માની જતા.
ત્રણ દિવસ પસાર થાય છે. મેતાર્યને કંઈ કળ વળતી જાય છે. ત્રણ દિવસ પછી તેણે જરા આંખ ખોલી, પણ વળી વેદનાથી પાછો બેભાન થઈ જતો. ચીસ સાંભળી વિરૂપા તરત જ “મારા લાલ” કહીને તેને પંપાળતી ત્યારે તેના પૂરા શરીરમાં પ્રેમથી રોમાંચ ખડા થતા.
વૈદ્યરાજે ત્રીજે દિવસે જણાવ્યું કે મેતાર્યને વેદના છે. પરંતુ તેની સ્થિતિ સુધરતી જાય છે. છતાં હમણાં તો આ જ સ્થિતિમાં અહીં જ રાખવા પડશે. શેઠ શેઠાણી મેતાર્યને હવેલીએ લઈ જવા ઈચ્છતા હતા. પણ વૈદ્યરાજની સૂચનાથી મૌન રહ્યા. જો કે આ સાંભળીને વિરૂપાનું હૃદય નાચી ઉઠયું કે મારો લાલ' હજી મારી નજર સમક્ષ થોડા દિવસ રહેશે. મારા હેતને માણશે. હું તેના સંસર્ગને પામીશ. - ત્યાર પછી વૈદ્યરાજ માતંગ પાસે ગયા. તે હજી ભાનમાં આવ્યો ન હતો. વૈદ્યરાજે કહ્યું તેની નાડી વિગેરે સ્વસ્થ છે. હવે ચિંતાનું કારણ નથી. તે બેભાન રહેશે. કારણ કે ઘાની વેદના ઘણી છે. તેથી બેભાન છે તો કંઈ ચિંતાનું કારણ નથી. આમ બન્ને વીરોના વેદ્યરાજના અભિપ્રાય પછી વિરૂપા નિશ્ચિત થઈ.
અનોખી મૈત્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org