________________
મેતાર્ય પિતાની જેમ નીતિથી ધંધો કરતો. તેથી તેમની ખ્યાતિ વૃદ્ધિ પામતી હતી. એટલે દેશ અને પરદેશથી ઉત્તમ કુળની રૂપવાન કન્યાઓના માંગા આવતા. શેઠ શેઠાણીને મેતાર્યને જલ્દી પરણાવવાની ભાવના હતી પણ મેતાર્યને સ્વયં પરદેશ જવાની ઈચ્છા હોવાથી તેઓએ વિચાર્યું કે ભલે પરદેશ ફરીને જાતે જ કન્યાઓને પારખે. તે બાબતમાં મિત્રસમા મહામંત્રીની સંમતિ પણ મેળવી લીધી.
મેતાર્યના પરદેશના પ્રવાસ માટે કુશળ ભોમિયા, સારા સેવકો તેમાં વળી મહામંત્રીએ નાનું સૈન્ય આપ્યું. એક શુભ દિવસે શુભ મુહૂર્તે મેતાર્યને મહામંત્રી તથા નગરીના જનસમૂહે પણ હાજર રહી શુભ ભાવનાઓ સાથે વિદાય આપી.
મેતાર્ય વિવિધ દેશોમાં પ્રવાસ ખેડતો, ત્યાં તેને પુણ્ય યોગે નગરના સ્થાનિકજનો ખૂબ આવકાર આપતા. ધનશ્રેષ્ઠિઓની ભીડ રહેતી. વ્યાપાર તો બેવડાઈ જતો. ઉપરાંત પુણ્યશાળી એવા મેતાર્યને ઉંચા ધનશ્રેષ્ઠિઓ પોતાની કન્યા આપવાની ઈચ્છા રાખતા.
કુમારનો એક જ જવાબ, હું તો પુરૂષાર્થ કરવા પ્રવાસે નીકળ્યો છું. વળી લગ્ન જેવી બાબતમાં મારા માતા પિતાની સંમતિ અત્યંત જરૂરી હોવાથી હું તો સ્વદેશ પહોંચી પછી તમારી વાતનો વિચાર કરીશ. - કુમાર ધનકુબેરની રૂપવાન કન્યાઓના માંગા સ્વીકારતો નહિ ત્યારે સાથીઓ સલાહ આપતા કે પરદેશનો પ્રવાસ કેવળ ધન પ્રાપ્તિ માટે નથી હોતો પણ કુળલક્ષ્મીની પ્રાપ્તિ સાથે હોય છે. કુળલક્ષ્મી વગરની કેવળ ધનલક્ષ્મીનું શું મૂલ્ય છે? વળી કન્યા ગ્રહણથી સંબંધ વિસ્તાર પામશે. જેમાં વ્યાપારમાં પણ લાભ છે.
તમારી વાત સાચી છે પણ હું કેવળ કન્યા ગ્રહણના માધ્યમથી વ્યાપાર વિકસાવવા માંગતો નથી. આપણા સ્નેહથી સૌ આપણા બને છે. વળી હું માતા પિતાની સંમતિનો આદર્શ રાખું છું. માટે કન્યા ગ્રહણની ઉતાવળ કરવી નથી.
વ્યાપાર અર્થે નીકળી કુમારે વારાણસી, મિથિલા, કંચનપુર, કોશલ, ચંપાપુરી વિગેરે દેશોમાં ખેડાણ કરી સૌની સાથે સ્નેહના
અનોખી મૈત્રી
૭૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org