________________
ઝરણા વહાવી દીધા. લક્ષ્મી તો જાણે તેના ચરણમાં વસી હતી. આ પ્રવાસ દરમ્યાન કૌશાંબીના રાજા શતાનિક અને મહારાણી મૃગાવતીનું આમંત્રણ મળ્યું.
મેતાર્યો તેનો સહર્ષ સ્વીકાર કર્યો. અને બીજે જ દિવસે કૌશાંબી તરફ પ્રયાણ કર્યું. રાજા શતાનિકે નગરના છેલ્લા દરવાજાથી રાજ બરબાર સુધી પૂરી નગરી શણગારી હતી. પૂરા સન્માનથી કુમારનો નગર પ્રવેશ થયો. અન્યોન્ય ભેટ વિધિ થઈ.
અંતઃપુર પહોંચ્યા પછી સૌ સુખાસને બેઠયા. મૃગાવતીએ કહ્યું કે ચેલ્લણા મારી નાની બહેન છે. તમારા રાજયની મહારાણી છે. વળી મારી બીજી બહેન ધારિણી હતી. દધિવાહન રાજાની રાણી હતી. પણ આ રાજકાજ ભંડા. અમારા મહારાજે તે દેશ પર લડાઈ કરી દધિવાહન માર્યા ગયા. મારી બહેન અને ભાણી કોને ખબર કયાં છે તેનો કંઈ પત્તો નથી.
મેતાર્ય: માનવને ધનનો સત્તાનો સંતોષ નથી તેથી આવા બનાવો બને છે. માનવ પોતાનો ધર્મ ભૂલી જાય છે. છેવટે બધું અહીંજ મૂકીને જાય છે પણ સત્તાનો મદ ભંડો છે.
હા, કુમાર તમારી વાત સાચી છે. પણ મોહનું બળ જીવને ભૂલાવે છે.
હે કુમાર અમારી નગરીમાં એક આશ્ચર્યકારી ઘટના ઘટી છે. તે તમારે જાણવા જેવી છે.
જ્ઞાતપુત્રનો અભિગ્રહ રાણી કહે જ્ઞાતપુત્ર મહાવીર અમારા આંગણે પધાર્યા છે પણ દિવસો થયા, ભિક્ષા માટે નીકળે છે અને પાછા ફરે છે. પૂરી નગરીના સૌ ભાવિકો ચિંતિત છે કે જ્ઞાતપુત્રના ચિત્તમાં શું અભિગ્રહ છે તે સમજાતું નથી. તેઓનું પારણું કયારે થશે ?
મહારાણી હું તેમના નામથી પરિચિત છું પણ મેં પ્રત્યક્ષ જોયા નથી. જો આ નગરીમાં મને તેમના દર્શન થાય તો મારા ધનભાગ્ય.
રાજા, રાણી અને મેતાર્ય વાતો કરતા હતા ત્યાં તો દાસદાસીઓ દોડતા આવી ગયા, રાણી સાહેબ પેલા યોગી તો કંઈ પણ સ્વીકારતા
અનોખી મૈત્રી
૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org