________________
રાતના બનાવ પછી તે સવારે ઉઠી ત્યારે તેના મન પર જાણે પહાડ ઉભો હોય તેવો ભાર હતો. ઉઠી, શેઠાણીબાને મળી મેતાર્યને જોયો, વળી કામે લાગી.
મેતવાસમાં મહારાજની પધરામણી ત્યાં તેણે મેત વાસમાં કંઈ કોલાહલ સાંભળ્યો. મહારાજા શ્રેણિક, રાણી ચેલ્લણા સાથે ગાંધર્વ વિવાહ કરી ચાર દિવસ પછી રાજગૃહી પધારી રહ્યા હતા. પણ ચેટક રાજાની કન્યા સાથે પાણિગ્રહણ કરવાના ઉત્સાહ આડે ઘણા વિઘ્નો આવીને ઉભા થયા. અંગરક્ષક તરીકે સેવા બજાવતા તેજસ્વી બત્રીસ સુલસા પુત્રો હણાઈ ગયા હતા. રોહિણેયે નગરીને લૂંટી હતી.
શુભ પ્રસંગે પ્રવેશતા મહારાજાના સ્વાગત માટેની તૈયારી ચાલી રહી હતી. ત્યાં તો સમાચાર આવ્યા કે સ્વાગત ઉત્સવ બંધ છે. સુલતાના બત્રીસ પુત્રો હણાઈ ગયા છે. તેનો શોક જાહેર કરવામાં આવ્યો
રહી હતી અને
હતો.
સુલસા નાગરથિ આ સમાચારથી પ્રથમ તો હેબતાઈ ગયા. પરન્તુ આ મહાન પ્રજાવત્સલ રાજાની સેવામાં પુત્રો ખપી ગયા તેમ વિચારી તાત્કાલિક મન વાળ્યું.
મહારાજાએ નગર પ્રવેશ કરી પ્રથમ તો તુલસા નાગરથિના આવાસે પહોંચી તેઓ પાસે ખેદ વ્યક્ત કરી તે દંપતિની ક્ષમા માંગી. સાથે સાથે મહામંત્રીએ સુલતાની પાસે અત્યંત ખેદ વ્યક્ત કરી આશ્વાસન આપ્યું.
મહારાજાએ કહ્યું કે હું રાજા છતાં મારી આકાંક્ષાની પૂર્તિ માટે તમારા પુત્રોનો ભોગ લેવાયો છે, તેની ક્ષમા માંગુ છું.
નાગરથિ મહા બળવાન હતા અને આવા ઘણા પ્રસંગોમાંથી પસાર થયા હતા. પ્રથમ તો પોતે ગૌરવ માન્યું કે મારા પુત્રોએ મહારાજાની સેવા સાર્થક કરી છે. હવે અંત્યેષ્ટિ ક્રિયા કરવાની હતી. શબવાહિનીઓ હજી આવવાની હતી.
પરતુ બીજી બાજુ રાજગૃહીમાં રોહિણેયે લૂંટફાટ કરી નગરને ઉજ્જડ બનાવ્યું હતું. વળી મેતાર્ય જેવા ધનદત્તના એકનો એક કુળ
અનોખી મૈત્રી
૬૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org