________________
કુટુંબ, આ ધરા, આ પ્રજા કયા કારણે હલકા કૂળના ગણી શકાય ? પિતાએ જો આ દશ્ય જોયું હોત તો તેમની માન્યતા બદલાઈ જાત! - રોહિણેય કે તેના દાદાએ જો આ હેત પ્રીતને માતંગની જેમ પારખ્યા હોત તો લૂંટના પ્રયોગને બદલે હક્ક માટે કોઈ અન્ય પ્રયોગ થઈ શક્યો હોત. રાજા પ્રજાની પ્રીત આજના પ્રસંગે પ્રગટ થઈ તે અવર્ણનીય હતી. તેમાં પણ જયારે મહારાજા માતંગના શરીર પર હાથ ફેરવે. લલાટે હાથ મૂકે હાર્દિક ભાવનાં તેના સ્વાથ્ય માટે ગદ્ગદ્ ભાવે વ્યક્ત કરે તે પ્રસંગ મહિમાવંત હતો. મહારાજાના પુણ્યબળનું એવું પ્રવર્તન થયું કે પ્રજાને લાગતું કે જાણે કોઈ દેવના પગલા પડી રહ્યા છે. હાજર રહેલા સૌ ધન્યતા અનુભવવા લાગ્યા.
એક કરૂણ અંજામ મગધરાજનો તથા મહારાણીનો નગર પ્રવેશ સઉલ્લાસપૂર્ણ થયો. છતાં મહારાજા અને મહામંત્રીના મનમાં ઘણી મોટી મનોવ્યથા હતી તે હવે પછી સુલસાપુત્રોની પ્રભાતમાં અંત્યેષ્ટિ ક્રિયા કરવાની હતી.
સુલસા નાગરથિના બત્રીસપુત્રોની શબવાહિનીઓ હવેલીના પ્રાંગણમાં ગોઠવાઈ હતી. જે હવેલીનું પ્રાંગણ, બત્રીસ યુવાનો અશ્વારૂઢ થઈને થનગનતા આવતા જતા ત્યારે આનંદથી ગાજતું તેજ પ્રાંગણમાં આજે ત્યાંના વૃક્ષો, પક્ષીઓ સૌ શોકમય જણાતા હતા. વળી શોકગ્રસ્ત મુખવાળા નગરજનોથી વાતાવરણ ઘેરા શોકમય બન્યું હતું.
મગધરાજ તથા મહામંત્રી, અન્ય રાજવંશીઓ અને અંતઃપુરની રાણીઓ વિશાદભર્યા મુખે આવી ગયા હતા. આ એજ હવેલી છે જયાં ગણત્રીના વર્ષો પહેલા બત્રીસ પુત્રોનો બત્રીસ સોંદર્યવાન સ્ત્રીઓ સાથે અતિભવ્ય લગ્નોત્સવ ઉજવાયો હતો. એ જ મહારાજા, મહામંત્રી વિગેરે અતિ ઉલ્લાસથી ઉપસ્થિત હતા. આ એ જ પ્રાંગણ છે, કેવળ શોકભર્યા વાતાવરણથી સ્તબ્ધ બનેલું. કર્મની આ ગહન વિચિત્રતા નહિ તો શું છે?
આ જ તો સંસારનું સુખદુઃખ સંયોગજનિત સ્વરૂપ છે. જ્ઞાનીજનો આ ભેદ કળી ગયા છે તે આવા સંસારથી મુક્ત થઈ સમાધિસુખને પામ્યા છે. માનવને ગમે કે ન ગમે, મન સ્વીકારે કે ના સ્વીકારે પણ અનોખી મૈત્રી
૭૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org