________________
ગદ્ગદ્ થઈ ગયું.
મહામંત્રી ! આ માતંગને પૂરી સારવાર મળે એવી કાળજી રાખજો અને માતંગના મસ્તક પર વાત્સલ્યથી પુનઃ હાથ ફેરવ્યો.
હાજર રહેલા સવર્ણના અગ્રગણ્ય શ્રેષ્ઠીઓમાં કંઈ ગણગણાટ થયો. મગધરાજ મેહનો સ્પર્શ કરે ? સોનાની મોજડી પગે પહેરાય, કંઈ મસ્તકે ચઢાવાય? થોડો ગણગણાટ થયો. પરંતુ તે ગણગણાટનું કંઈ મૂલ્ય ન હતું.
તેમાં વળી મહારાજાની પાછળ ઉભેલા નવા મહારાણી ચેલ્લણાએ વિરૂપાને માથે હાથ મૂકી આશિષ આપ્યા. ત્યારે કેટલાક મનમાં મૂંઝાયા, પણ ખસીને ભાગે કયાં ? જયારે મગધરાજ, મહારાણી, મહામંત્રી સૌ અત્યારે ભેદરહિત સહજ ભાવને પ્રદર્શિત કરતા હતા ત્યાં એવા માનવોની વાચા કેવી રીતે ખૂલે ? આથી સૌ મૂંગા મૂંગા આ દેશ્ય નિહાળી રહ્યા. સમજદાર કહેતા ભાઈ કોણ ઉંચ કોણ નીચ? સમય સમયને માન છે.
મગધરાજના અને આગામી મહારાણીના પનોતા પગલા મેતવાસમાં થયા પછી તેઓનું સૌભાગ્ય પ્રગટ થાય તેમાં નવાઈ શું? - વિરૂપાના ધન્ય બનેલા ખોરડામાંથી બહાર નીકળી મગધરાજે વસાહત તરફ એક નજર કરી. જ્ઞાતપુત્રથી બોધ પામેલા મગધરાજના હૃદયમાં કરૂણા પ્રગટી. તેમણે મહામંત્રીને કહ્યું કે આ વસાહતનું નવનિર્માણ કરો. તે વખતે ત્યાં ઉભેલા ધનદત્ત શેઠે અંજલિ જોડી મગધરાજને વિનંતિ કરી કે તેમાં આ સેવકને પણ યાદ રાખજો. મારા કુળ દીપકને પ્રગટેલો રાખવામાં વિરૂપાની સાથે આ ક્ષેત્રનો ઘણો ઉપકાર છે.
કોઈ ચૂસ્ત બ્રહ્મદેવો ને લાગતું કે વિરૂપા અને માતંગના કાર્યથી તમામ પ્રજાને માપવી અને તેમને સુવિધાઓ અને અનેક પ્રકારના હક્ક આપવાનું પરિણામ ભાવિમાં કેવું આવશે તેનો વિચાર કરવો જોઈએ. પરંતુ મહારાજા અને મહારાણીના જયજયકાર વચ્ચે આવો ગણગણાટ કયાંય શમાઈ ગયો.
વળી મહારાજાએ મહામંત્રીને કહ્યું કે તમે નગરમાં જાહેર કરજો
અનોખી મૈત્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org