________________
દીપક જીવન મરણ વચ્ચે ઝોલા ખાતો માંડ બચ્યો હતો. જયારે અંતઃપુરના ઉદ્યાનની રખેવાળી કરતો મંત્રરાજ પરાક્રમી માતંગ હજી બેશુદ્ધ અવસ્થામાં હતો. આ સર્વ સમાચારથી મહારાજા અને મહામંત્રી વ્યથિત હતા. તેથી મહારાજાને અને મહામંત્રીને મેતાર્ય ને માતંગની પાસે જવાનું હતું. સુલસા અને નાગરથિ તેમની સાથે મેતવાસમાં જવા તૈયાર થયા.
મહારાજા અને નવા મહારાણી મેતવાસમાં પધારે છે. આ સમાચાર નગરીમાં અને મેતવાસમાં પહોંચી વળ્યા. રાજા-પ્રજાની આવી ન્યાય ન્યોછાવરી જોવા નગરવાસીઓ પણ ઉમટી પડ્યા. મેતવાસમાં મેતજનોના હર્ષની અવધિ ન હતી. તેઓ આંગણાને રંગોળીથી સજાવી રહ્યા હતા.
વિરૂપાના નાનકડા વાંસ માટીના ખોરડામાં મહારાજા અને મહામંત્રી પધારી રહ્યા છે. જાણે આકાશના દેવતાઓ ઉતરી આવવાના હોય તેમ મતવાસનો પૂરો માર્ગ સાફ સૂથરો થઈ ગયો હતો. પૂરા માર્ગમાં અબીલ ગુલાલ આકાશને પણ રંગી દેતા હતા. મેતોએ રાજાના આવવાના માર્ગમાં સર્વત્ર સુંદર ચાદરો પાથરી હતી.
જે મેતોનો પડછાયો કોઈ લેતું ન હતું તેજ વાસમાં આજે ભેદ રહિત માનવ મેળો ઉમટયો હતો. આ બનાવે ઊંચ-નીચના યુગ જૂના ભેદ ભૂંસી નાંખ્યા હતા. મગધ સમ્રાટ પધારે ત્યાં જવામાં દરેક મોટાઈ માનતા, કોઈક ભૂદેવો સંકોચાયા તો પણ આ માહોલમાં ભળ્યા. ભલે મેતવાસની બહાર ઉભા રહ્યા. મેતજનોએ પણ પૂરા ઉમંગથી મેતવાસ એવો શણગાર્યો હતો કે સૌ ભૂલી જાય કે આ મેતવાસ છે કે સવર્ણોના રંગભર્યા આંગણા છે !
વિરૂપાનું ખોરડું જીવનમાં પ્રથમવાર જ તેને નાનું લાગ્યું. શેઠ શેઠાણીએ પૂરા વૈભવથી, તોરણોથી ખોરડું સજાવ્યું હતું. શણગાર ઘણા અને જગા સીમિત, છતાં એક એક ખૂણો શણગારથી ભરપૂર હતો. મગધનાથના પુણ્ય બળે રાજમાર્ગથી છેક મેલ આવાસ સુધીનો માર્ગ પણ આંખની પલકમાં અનેકવિધ રચનાઓથી ભરપૂર હતો. જળાશયો, આહારના સ્થાનો, ફૂલહારની દુકાનો, અબીલ ગુલાલના
૭૦ Jain Education International
અનોખી મૈત્રી
www.jainelibrary.org
For Private & Personal Use Only