________________
માં કોઈ છૂપું
શેઠાણીનો કુળદીપક મોતની નજીક પહોંચ્યો હતો. વળી બે વીરોએ અંતઃપુરને બચાવી નગરની કીર્તિ જાળવી હતી. આ પરિસ્થિતિમાં બ્રાહ્મણ શુદ્રના ભેદ ભૂલીને સૌ મેત વાસમાં ધસી આવ્યા.
રાજસેવકો રાજના વૈદ્ય જીવનને લઈને તરત જ આવી ગયા. વૈદ્યરાજે બન્નેને તપાસ્યા. તેમનું મુખ ગંભીર બની ગયું. તે જોઈને શેઠ શેઠાણી તથા વિરૂપા ખૂબ ગભરાઈ ગયા. શેઠ વૈદ્યની નજીક આવી ગયા.
વૈદ્યરાજે કહ્યું જુઓ હાલ તો મેતાર્યકુમારની સ્થિતિ ગંભીર છે. એટલે થોડા દિવસ આજ સ્થળે રાખવા પડશે. - ત્યાર પછી વૈદ્યરાજે માતંગને તપાસ્યો. તેઓ વધુ ગંભીર થઈ ગયા. માતંગનું શરીર ઘાથી ચારણી જેવું થઈ ગયું. તેમાં ઝેર પ્રસરતું હતું. કુશળ વૈદ્યરાજે માતંગની ગંભીર સ્થિતિનો ખ્યાલ આપી ઔષધ વિગેરે અને કેટલીક સૂચનાઓ આપી વિદાય લીધી.
આ પ્રસંગ દુઃખદાયી અને ગંભીર હતો. છતાં કેટલીકવાર દુઃખદ પ્રસંગમાં કોઈ છૂપું સુખ છૂપાયેલું હોય છે. તેવું આજે વિરૂપાના જીવનમાં બન્યું હતું. મેતાર્યનું આ ઘરમાં હોવું. ઘવાયેલા લાલની નજીક વહાલપૂર્વક સેવા ચાકરી કરવી. પરિસ્થિતિ ગંભીર છતાં વિરૂપાના હૃદયમાં ઊંડે ઊંડે જાણે સ્વર્ગનું સુખ ઉતરી આવ્યું હોય તેવા તેના ભાવ ઉઠતા હતા. વળી માતંગની હાલત જોઈ ગભરાઈ જતી.
મેતાર્યનો જન્મ કહો કે અનામી બાળકીનું મૃત્યુ કહો ત્યાર પછી આશાવંત એવા આ દંપતિ નિઃસંતાન જ હતા. કયારેક વિરૂપાને તેના ઘેરા સંતાપમાં મનોમન ખેદ વ્યાપી જતો. મન હારી જતું. તેમાં આ પ્રસંગે દુઃખમાં પણ તે સુખનો અનુભવ કરતી.
દુ:ખદ છતાં સુખદ ! આ નાના સરખા ખોરડામાં બે ખાટલામાં ભયંકર રીતે ઘવાયેલા વીર પુરૂષો પડયા હતા. એક તેનો પ્રાણસખા, પળેપળ સ્નેહ આપનારો પતિ માતંગ હતો. બીજો ભલે તેણે તેને શેઠાણીને સખ્યભાવે અર્પણ કર્યો છતાં તે તેના ગર્ભમાં રહેલો પ્રાણ સમો લાલ' હતો. બન્નેની સ્થિતિ ગંભીર હતી. છતાં વિરૂપા આ દિવસોમાં એક પ્રકારની ધન્યતા
અનોખી મૈત્રી
કે આ ઘરમાં હોબીર છતાં વિરૂપાના
૬ ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org