________________
મહારાજા અને મહામંત્રીની ગેરહાજરીમાં અંતઃપુરની આજુબાજુના ઉદ્યાનની રક્ષાનું કાર્ય માતંગને સોંપ્યુ હતું. માતંગ અન્ય સૈનિકોને જવાબદારી સોંપી ઘેર ભોજન લેવા આવ્યો હતો. તેણે વિરૂપાને ઉતાવળ કરવાનું કહ્યું.
એવું શું ઉતાવળનું કામ છે ?
એ વાત ગુપ્ત છે. બૈરાની જાતને ગુપ્ત વાત ન કહેવાય. એમ કહી તેણે વિરૂપાની સામે જોયું.
વિરૂપાના આશ્ચર્યજનક મુખભાવ જોતાં વળી કહી દીધું. કે જો આજે મહારાજા અને મહામંત્રી તથા મુખ્ય સેનાપતિ વૈશાલી ગયા છે. મારે અંતઃપુરની નજીકના ઉદ્યાનની ચોકી કરવાની છે. આમ વાત કરે છે તેટલામાં તો તેણે કાને માનવોના ભયજનિત અવાજો સંભળાયા. સાથે સાથે બીજા પ્રચંડ અવાજો આવવા લાગ્યા. રોહિણેયનો અંતઃપુર પર હુમલો
માતંગ ખોરડાની બહાર ગયો. ત્યાં તો તેણે સાંભળ્યું કે નાસો ભાગો લૂંટારાઓ રાજગૃહીના શ્રેષ્ઠીઓની હવેલીઓ લૂંટે છે.
માતંગ આ અવાજો સાંભળી ચેતી ગયો, કે મહારાજા અને મહામંત્રીની ગેરહાજરીમાં કોઈ જાણ ભેદુએ નગરી લૂંટવાની તક લીધી છે. પોતાના હથિયારો લઈને તે બહાર નીકળ્યો.
વિરૂપા : માતંગ, જાળવજે ઉતાવળ કરીને ખોટું જોખમ વહોરતો નહિં. માતંગને વિરૂપાના શબ્દો સાંભળવાના અત્યારે હોશ કયાં હતા. તે તો હથિયાર લઈને મોટી છલાંગો ભરતો દોડયો.
તેણે જોયું ઘડીકવારમાં શ્રેષ્ઠીઓના ધન દોલત મધ્ય ચોકમાં ઠલવાતા હતા. જો કોઈ માલમિલકત બચાવવા પ્રયત્ન કરતું તો તેના પ્રાણની હત્યા થતી. હવેલીઓમાંથી બચાવો બચાવોના ભયજનિત અવાજો આવતા હતા. સ્ત્રીઓ હેબતાઈને ધ્રૂજતી હતી. ધનપતિઓ જાતે જ મિલ્કત ધરી દેતા. ધનદત્ત શેઠે તો પોતાના ભંડારો સ્વેચ્છાએ ખૂલ્લા મૂકી દીધા ! લઈ જાઓ તમે પણ ધનવાન બનો ! લૂંટારા શ્રેષ્ઠિઓના ધન લૂંટીને કંઈ ધરાયા ન હતા. હવે તેઓ અંતઃપુર તરફ વળ્યા. મગધનો ખજાનો લૂંટી મગધની કીર્તિને પણ તેઓ લૂંટવા માંગતા
૫૮
Jain Education International
For Private & Personal Use Only
અનોખી મૈત્રી
www.jainelibrary.org