Book Title: Anokhi Maitri
Author(s): Sunandaben Vohra
Publisher: Anandsumangal Parivar

View full book text
Previous | Next

Page 58
________________ લાવીને શું કરશો ? જે થયું તે થયું. અને હવે હું તો ભગવાન મહાવીર પાસે પ્રવજયા ગ્રહણ કરીશ. તમે શાંત થાઓ. ભગવાન મહાવીરના બોધને યાદ કરી યુદ્ધના વિચારો ત્યજી દો. રાજા ચેટક શાંત થયા. સુજયેષ્ઠા પ્રભુ પાસે દીક્ષિત થઈ. અરે ! અભયમંત્રીએ કરેલા આયોજનમાં કેવું અવળું થયું. સુજયેષ્ઠાને બદલે ચેલ્લણા આવી, એક સાથે સુલસાના બત્રીસ પુત્રો મરણ પામ્યા. તેનું ગૂઢ રહસ્ય તે જાણતા ન હતા. આ બાજુ રાજયમાં આનાથી ભયાનક તો શું બન્યું કે અભયમંત્રીની અજોડ કુશાગ્રતાને પણ ઝાંખી પાડી દીધી તે હવે જોઈએ. રોહિણેય દાદાને આપેલા વચનને વિસર્યો ન હતો. ઉપરથી પાણી શાંત જણાતું હતું. પરન્તુ વચન પાળવાની દઢતા માટે તે કુશળતાપૂર્વક આયોજન કરતો હતો. મુખ્ય રાજયનો ખજાનો લૂંટવાનો તેનો આશય હતો. તેમાં રાજકાજની અંદરની માહિતી મેળવવી જરૂરી હતી. તેથી તેણે રાજય નિર્મિત ગણિકા દેવદત્તાનો સંપર્ક સાધ્યો. એ કાળે રાજગણિકાઓ વિશ્વાસુ જાસુસી જેવા અનેક કાર્ય કરતી. એટલે રાજકાજના અંદરના ગૂઢ કાર્યોથી પણ માહિતગાર રહેતી. રાજગણિકાનું રાજ્યમાં માનવંતુ સ્થાન રહેતું. રોહિણેય કુશળ હતો. તેણે દેવદત્તાનો વિશ્વાસ સંપાદન કર્યો. ધન વેરવામાં ખૂબ ઉદાર રહ્યો. અને દેવદત્તાના ઘણા પ્રયત્ન છતાં તેના પ્રત્યે કામાતુર થયો નહિં. સંયમ રાખી અંતે જાણવા જેવી વિગત જાણી લીધી કે ચાર દિવસ મહારાજા, મહામંત્રી, ચુનંદા સૈનિકો, મહારાજાના અંગરક્ષક બત્રીસ સુલસા પુત્રો વગેરે રાજયની બહાર છે. રાજાને પ્રજાને પરાક્રમ બતાવી પોતાનું કાર્ય કરવાના આ દિવસો તેને માટે મહત્વના હતા. એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર દેવદત્તાના નિવાસેથી નીકળી સ્વસ્થાને પહોંચ્યો. બીજે દિવસે મહારાજા વગેરેએ વૈશાલી તરફ પ્રયાણ કર્યું. તે તકનો લાભ લઈ તે પોતાના સાથીઓ સાથે રાજગૃહી પર તૂટી પડયો. સમયનો વિલંબ કર્યા વગર સવારથી જ તેણે સાથીઓને નગરી લૂંટવાનો આદેશ આપ્યો. પોતે અંતઃપુરની દિશામાં વળ્યો. અનોખી મૈત્રી Jain Education International For Private & Personal Use Only ૫૭ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146