________________
થયો. તે વિચારતી હતી કે અજબનો યુવાન હતો. તેના રૂપથી જરાયે લોભાયો નહિ. સ્પર્શથી તો દૂર જ રહ્યો. દેવદત્તાને એના પ્રત્યે ગજબનું આકર્ષણ થયું હતું. તે કોણ છે, શા માટે આવ્યો છે. અર્ધ રાત્રિએ ગંગાતીરેથી નૌકામાં કયાં જાય છે એવા પ્રશ્નો થતાં પરંતુ તેના પ્રત્યેના આકર્ષણે તે પ્રશ્નો શમી જતા.
બીજા દિવસના પ્રભાતે દેવદત્તા વૈશાલી પહોંચી. તેને સુજયેષ્ઠાને સમાચાર આપવાનું કાર્ય કરવાનું હતું. અભયમંત્રી પણ વૈશાલી પહોંચ્યા. મુખ્ય સૈન્ય ત્યાં પહોંચ્યું હતું. મહારાજા શ્રેણિક બત્રીસ સુલસા પુત્રો સાથે સુરંગના દ્વારે પહોંચ્યા હતા. અભયમંત્રીના આયોજન પ્રમાણે બધું જ ગોઠવાઈ જતાં સુજયેષ્ઠાને સમાચાર મળ્યાં.
સુજયેષ્ઠા અને ચેલ્લણા બંને બહેનોમાં ગાઢ સ્નેહ હતો. સુજયેષ્ઠાએ ચેલ્લણાને આ સર્વ બીના કહી કે હું તો શ્રેણિકરાજાને મનથી વરી ચૂકી છું. પિતાજીની સંમતિ ન હોવાથી શ્રેણિકરાજા મને અપહરણ કરીને લઈ જશે.
આ સાંભળી ચેલ્લણા વિચારમાં પડી. સુજયેષ્ઠાને પણ થયું કે બંને બહેનો છૂટા પડીશું. તો ભલે ચેલ્લણા પણ સાથે આવે. તેને શ્રેણિક જેવા પરાક્રમી અને રૂપવાન જેવો રાજા કયાં મળશે ?
તેણે ચિંતામાં પડેલી ચેલ્લણાને વાત કરી. તું પણ મારી સાથે ચાલ. શ્રેણિક રાજા મારી સાથે તારો પણ સ્વીકાર કરશે. આપણી પ્રીતિ પણ જળવાશે.
ચેલ્લણા સુજયેષ્ઠા સાથે જવા તૈયાર થઈ.
મહામંત્રી તરફથી સમાચાર આવતા બંને બહેનો ગુપ્ત રીતે નીકળી સુરંગવાળા મેદાનમાં પહોચી ત્યાં સુજયેષ્ઠાને યાદ આવ્યું કે પોતાને મનગમતા અલંકારનો ડબ્બો તૈયાર કરેલો રહી ગયો છે. તેણે ચેલ્લણાને કહ્યું તું રથમાં બેસતી થા હું ડબ્બો લઈને આવું છું. સુજયેષ્ઠાને તેના ભાવિએ ભૂલાવી. અરે ! શ્રેણિકના ખજાનામાં અલંકારની કયાં ખોટ હતી. ચેલ્લણા રથમાં બેસી બોલતી રહી કે સુજયેષ્ઠા આવે છે. ક્ષણનો વિલંબ પણ પરવડે તેમ ન હતું. રથના ઝણઝણાટના અવાજમાં ચેલ્લણાનો અવાજ સંભળાય તેવો ન હતો
અનોખી મૈત્રી
Jain Education International
For Private & Personal Use Only
૫૫
www.jainelibrary.org