________________
“જ્ઞાતપુત્ર જબરો જાદુગર લાગે છે.'
પ્રિય, એ જ્ઞાતપુત્રનું વર્ણન કર્યું તો વળી બીજી રાત જોઈએ. માટે મૂળવાત કહું તે સાંભળ.”
છેલ્લી બે કુંવારી રાજકન્યા તે ચેલ્લણા અને સુજયેષ્ઠા. એક વાર એક તાપસી સુજયેષ્ઠાનું ચિત્ર લઈ રાજમહેલમાં આવી ચઢી. રાજા શ્રેણિક એ ચિત્ર જોઈ મુગ્ધ થઈ ગયા. ' અરે અંતઃપુરમાં આટલી રાણી છતાં આ નરવીર રાજા એક ચિત્ર કન્યા પાછળ મુગ્ધ બન્યો ? દેવદત્તાએ વાત આગળ વધારી.
રાજા શ્રેણિકે તરત જ વૈશાલી એક દૂત મોકલી કન્યાની માંગણી કરી. પરંતુ રાજા ચેટકે કહ્યું કે મારા કુળ કરતાં શ્રેણિકનું કુળ હલકું છે, માટે મારી કન્યા હું નહિ આપું.
દૂત પાસેથી આ સમાચાર સાંભળી શ્રેણિકરાજા ક્રોધે ભરાયા. અભયમંત્રીએ આ વાત જાણી તે ચેટકના પરાક્રમ, શસ્ત્ર વિદ્યા, અને સૈન્યથી પરિચિત હતા. તેથી તેમણે આ કામ યુદ્ધથી નહિ પણ કુશળતાથી કરવાનું નક્કી કર્યું, અને પિતાને સાંત્વન આપ્યું.
તમારા મહામંત્રી બુદ્ધિના ભંડારને આવા પ્રસંગે વાપરે છે? ' અરે ! રાજા ચેટકની પુત્રી પ્રભુ મહાવીરના માર્ગને અનુસરે છે એટલે આવું કન્યારત્ન રાજગૃહીમાં આવે તો અંતઃપુરમાં અને રાજયમાં સુંદર સંસ્કૃતિ નિર્માણ થાય. તે રહસ્ય હે સાર્થવાહ! તમે નહિ સમજી શકો. મહામંત્રી ખૂબ વિચારીને કાર્ય કરે તેવા છે.
ટૂંકમાં હવે હું તથા મહામંત્રી વૈશાલી જઈશું. સુરંગ દ્વારા માર્ગ બનાવ્યો છે. સૈન્ય પણ હાજર રાખવામાં આવશે અને સુજયેષ્ઠાનું રાજા સુરંગ માર્ગે અપહરણ કરી પાણિગ્રહણ કરશે. ચાર પાંચ દિવસનું આ કામ છે.
રાત ઘણી વિતી ગઈ હતી. સાર્થવાહ ઉભો થયો. દેવદત્તાની પ્રેમપૂર્વક વિદાય માંગી. ઘણા અભિવાદન આપ્યા. આ તેની અંતિમ રાત હતી. તેણે વિદાય લીધી. જાણવા જેવું જાણી લીધું. તેને તો આગળ પરાક્રમ કરવાનું હતું. તેથી દેવદત્તાથી જરા પણ લોભાયો નહિ. દેવદત્તાને લાગ્યું કે સાર્થવાહ તેનું કશુંક લઈ ગયો અને વિદાય
૫૪ Jain Education International
અનોખી મૈત્રી
www.jainelibrary.org
For Private & Personal Use Only