________________
યુવાન સાર્થવાહ એક તાજો જ પ્રસંગ છે. જે અતિ ગુપ્ત છે. તે પ્રગટ કરનારનું શીર સલામત નથી.
વાતને વધુ ઉત્તેજવા માટે સાર્થવાહ પ્રેમપૂર્વક બોલ્યો, દેવદત્તા તો પછી એ વાત જવા દે. તારા જેવી અદ્વિતિય એવી સુંદરીનું મસ્તક હોડમાં મૂકવાની આવશ્યકતા નથી.
સાર્થવાહના આવા પ્રેમભર્યા શબ્દબાણથી સુંદરીનું મન વિંધાઈ ગયું. અરે પ્રિય સખા ! તારા તરફ મારું દિલ ઝૂકી ગયું છે. હું ઘણા પુરૂષના પરિચયમાં આવી પણ તારું પુરૂષત્ત્વ આકર્ષિત છે. ઘણું બધું તને કહ્યું છે, હવે આ એક વાતનું જોખમ ખેડવાનો મને વાંધો નથી.
એક ગુપ્ત રહસ્ય પ્રગટ થયું દેવદત્તા ! તારા આ પ્રેમનો શું બદલો આપું ? હું તો ફરતો મુસાફર છું. કાલે વિદાય થઈ જવાનો છું.
હે પ્રિય, ભલે તું વિદાય થાય પણ મને, તારી પ્યારી દેવીને ભૂલતો નહિ. તું કાલે વિદાય થશે. હું પણ કાલે અગત્યના કામે દૂર દેશ વૈશાલી જઈશ. તેમાં શું પ્રયોજન છે તે ગુપ્ત છે છતાં કહું છું.
વૈશાલી રાજા ચેટક કર્મવીર અને ધર્મવીર છે. તેઓ પ્રભુ મહાવીરના પરમ ભકત છે. રોહિણેય મહાવીરનું નામ સાંભળતાંજ કાને હાથ મૂકયા. દેવદત્તા આ ગુપ્ત વાત કહેવાના ઉત્સાહમાં હતી. તેણે આગળ ચલાવ્યું.
મહારાજા ચેટકને સાત પુત્રીઓ છે. તેમાં પાંચના લગ્ન યોગ્ય રાજકુમારો સાથે થઈ ગયા છે. દરેક કન્યાઓ ઉત્તમ શિક્ષણ પામેલી છે. રાજા ચેટકે વિદુષી પુત્રીઓને રાજના સંબંધો વિસ્તારવા માટે પરણાવી ન હતી. તેમના શિક્ષણને યોગ્ય રાજકુમારો શોધ્યા હતા. હવે બે પુત્રીઓ બાકી હતી. પરંતુ રાજા ચેટક હવે ધર્મમાર્ગે વળ્યા હતા. એટલે રાજકાજ અને આવા વ્યવહારથી અલિપ્ત હતા. આથી તેમની રાણીને માથે આ જવાબદારી હતી. રાણી પણ મહાવીરના ભક્ત હતા એટલે રાજ સંબંધો સાચવવા દુઃશીલ કે કામી જેવા રાજકુમારોને તેઓ કન્યા ન આપવા સજાગ હતા. રાજા રાણી પર જ્ઞાતપુત્રના બોધની ભારે અસર હતી.
અનોખી મૈત્રી Jain Education International
૫૩ www.jainelibrary.org
For Private & Personal Use Only