________________
હતી. ત્યારે અહીં એણે સ્વાભાવિકતાનો અને સ્વસ્થતાનો ગુંજારવ અનુભવ્યો. એટલે પ્રથમ દર્શને જ તે સાર્થવાહને પોતાનું મન આપી બેઠી. તે વસ્ત્ર પરિવર્તન કરી, કમનિય એવા અંગ ઢાકવા પૂરતા ઝીણા વસ્ત્ર પરિધાન કરીને આવી. પણ યુવાન તો ભારે સંયમી હતો. - દાસી પાસે તેણે સૂરા અને તાંબૂલ મંગાવ્યું. સાર્થવાહ ખૂબ જાગૃત હતો. તેણે સૂરાને હાથ લગાડ્યો નહિ ફકત તાંબૂલ લઈને તે થાળમાં સોનામોહરો ગોઠવી દીધી. સુંદરી અને દાસી આ જોઈ પુનઃ મુગ્ધ થઈ ગયા.
અનેક પુરૂષના પરિચય અને સ્પર્શથી થાકીને તે તરફ નફરત ધરાવતી આ દેવદત્તાને આ યુવાન સાર્થવાહના સ્વસ્થ પરિચયમાં, તેના સહવાસથી સહજ આકર્ષણ પેદા થયું. તે ધીમેથી સાર્થવાહની નજીક બેઠી. જો કે સાર્થવાહ જાગૃત હતો. જાણે નિષ્કામી હોય તેમ તે સ્પર્શથી થોડો દૂર થઈ ગયો. અરે જેના સ્પર્શ માટે રાજાઓ પગે પડે તે સુંદરીના સ્પર્શથી આ યુવાન દૂર ભાગે છે. દેવદત્તાએ વિચાર્યું કે પરિચય વધશે તેમ ક્ષોભ દૂર થશે. આમ ઘણી રાત્રિ પસાર થઈ,
ત્યાં સાર્થવાહે રજા માંગી. પુનઃ આવવા મનોમન ભાવ સાથે સાર્થવાહ વિદાય થયો.
તે રોજ રાત્રે નિયમિત આવતો. સમય થતા ગંગાતીરે આવી એક હોડીમાં બેસી અંધારી રાત્રે તે સ્વસ્થાને પહોંચી જતો. આ જ રીતે તે દિવસો સુધી રાત્રે આવતો, દેવદત્તાની સાથે ઘણો સમય ગાળતો. દેવદત્તા તેનું નજીકનું સાન્નિધ્ય ઈચ્છતી પરંતુ દઢ મનવાળો તે ધારેલા કામના આયોજન માટે સદાય જાગૃત રહેતો. અવનવી સજાવટ સાથે આવતો. તેનું મોહક રૂપ જોઈ દેવદત્તા તેના સહવાસમા આનંદ માણતી. તેના સ્ટેજ સ્પર્શમાત્રથી સુખનો અનુભવ કરતી.
સાર્થવાહ દર વખતે સોનામોહરોના ઢગલા કરતો. જો કે દેવદત્તાને તેના પૌરૂષમાં જ સુખ લાગતું એટલે હવે તેને આ ઢગલામાં કંઈ રસ ન હતો. છતાં કયારે તે અને દાસી વિચારમાં પડતા કે આ સાર્થવાહ રાત્રે હોડીમાં આવે છે, મોડી રાત્રે જ પાછો જાય છે. અઢળક ધન આપે છે. કોણ છે તે કળાતું નથી. પણ તેની સ્વાભાવિક સ્વજનના
અનોખી મૈત્રી
૫૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org