________________
કંઈ રસ ન હતો. મનનો અડગ એવો એ સૌંદર્યથી લોભાયો નહિ. તેને મહા પરાક્રમ કરવાનું હતું. તે માટે ઘણી માહિતી અહીંથી મેળવવાની હતી. તેથી અત્યંત સાવચેત હતો. - રોહિણેય નૃત્ય જોવાને બદલે ચારે બાજુ જોવા લાગ્યો. જો કે અહીં તેને ઓળખે તેવું કોઈ ન હોય તે સ્વાભાવિક હતું. તેણે દાસીને કહેલું હું તો પરદેશી છું આ બધા કોણ છે તેની મને ઓળખ આપ. ભોગી જીવો તો દેવદત્તાની હાવભાવભંગી, દેહ સોંદર્ય જોવામાં મશગુલ હતા. ત્યાં આ જુદી માટીનો માનવ સૌની ઓળખ માંગી રહ્યો હતો. દાસી તો પ્રથમથી જ સોનામહોરોની થેલીથી ખુશ હતી. તેણે રસપૂર્વક ઘણાની ઓળખ આપી.
- સેનાપતિઓની, મોટા ધનિક શ્રેષ્ઠિઓની, અન્ય પરદેશીઓની, રોહિણેયને તો ભાવી લૂંટફાટમાં શું શું ઉપયોગી થાય તેમાં જ રસ હતો. વળી અનોખી નૃત્યભંગી કરતી દેવદત્તા પર તેની નજર ગઈ અને ઘડી ભર તેનું પૌરૂષ અંદરથી ચમકી ઉઠયું. પણ તેણે તરત જ પોતાની જાતને સંયમમાં લીધી. ત્યાં તો નૃત્ય પુરું થયું. સૌએ અનોખી ભેટો ધરી વિદાય લીધી.
- દેવદત્તા વસ્ત્ર પરિધાન બદલવા માટે તે સ્થાને જતી હતી. દાસી પેલી થેલીથી ખુશ હતી તેથી તરતજ આ નવા સાર્થવાહને દેવદત્તા પાસે લઈ ગઈ જે અન્ય રાજવંશી માટે પણ મુશ્કેલ હતું. તેણે સાર્થવાહની ઓળખ આપી કે તેઓ પ્રથમવાર જ આવે છે પણ જુના સ્વજન હોય તેવું તેમનું ભાવભર્યું વર્તન છે.
દેવદત્તાએ એક ઝીણી નજર નાંખી અને પ્રથમ દર્શને તે યુવાનના દેહ સૌષ્ઠવ પર મોહી પડી. તેના મનમાં કોઈ અનેરો ભાવ જળ્યો.
યુવાન સાર્થવાહે સુંદરી સામે જોઈને કહ્યું કે મગધ સામ્રાજયની પ્રસિદ્ધ માત્ર દેવદત્તાના મેળાપ માટે હું ભાગ્યશાળી છું. અમારા દેશમાં ધન સંપત્તિની છોળો ઉછળે છે. નૃત્ય ભવનો પણ છે. હા પણ તમારા જેવા નૃત્ય અને નૃત્ય સુંદરીઓની ખોટ છે.
દેવદત્તાએ ઘણા રાજા મહારાજાઓના મુખેથી તેના નૃત્યની અને સૌંદર્યની પ્રશંસા સાંભળી હતી. પણ તેની પાછળ કેવળ કામુકતા જ
૫૦
અનોખી મૈત્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org