________________
ગયા. મેતાર્યનું શિક્ષણ પૂરું થયું. હવે તો તેને તે શિક્ષણ પ્રમાણે કાર્યશીલ થવાનું હતું.
વિરૂપાએ નામ પાડયું મેતાર્ય ગુરૂકુળમાં મિત્રો બોલતા મિત્રાર્ય, મેતાર્યે સ્વયં નામ ધારણ કર્યું તે મેતારજ જોકે કથાનકમાં મેતાર્ય કે મેતારજનો ઉલ્લેખ છે. - એકવાર રાજ દરબારથી મળેલી મિઠાઈ સાથે માતંગ પોતાની વસાહતમાં આવ્યો. નાના બાળકોને રમતા જોઈ ઘડીભર થંભી ગયો
સ્નેહથી તે રમત જોતો જ રહ્યો. અને બાળકોને રમાડી વ્હાલ કરી મિઠાઈ વહેચતો ગયો. તેના અંતરમાં એક જાતનો સંતોષ થતો હતો. અને વળી નિઃસંતાન છું તેવા વિચારે સંતપ્ત પણ થતો.
કયારેક આવું દશ્ય જોઈ વિરૂપાના મનમાં બંડ ઉઠતું કે આવા માતંગ જેવા નિઃસ્વાર્થ પ્રેમાળ પતિને મેં છેતર્યો છે ! બાળકી ગુજરી ગયે ઘણા વર્ષ થઈ ગયા. સંતાન થવાના કોઈ ચિન્હો જણાતા ન હતા. વળી વિરૂપા સખ્યભાવના સંતોષથી અને પોતાનો લાલ કેવી સુંદર રીતે હર્યા ભર્યા વૈભવમાં ઉછરી રહ્યો છે. તેનો સંતોષ માણતી અને માતંગને વધુ ને વધુ સ્નેહથી નવાજતી.
મેતાર્યનું શિક્ષણ રાજકુમારો સાથે આયોજિત થયેલું હોવાથી મેતાર્ય ઘણું ખરું રાજમહેલમાં રહેતો, વળી તેમના રમતગમતના મેદાનની સફાઈનું કામ માતંગ કરતો. વિરૂપા સાથે હવેલીએ કયારેક મેતાર્યને જોયેલો એટલે અહિં મેદાનમાં અન્ય રાજકુમારો સાથે મેતાર્યને જોતા તરત જ ઓળખી લેતો અને (કુદરતી રીતે) તેને તેના તરફ વહાલ થતું. મનમાં વિચારતો કે મારે જો એક પુત્ર હોત તો તેને આવું શિક્ષણ આપી શકયો હોત. એ વાતને એ મનમાં સમાવી દેતો.
માતંગ વિરૂપાનું જીવન અજબના સ્નેહથી રસભર્યું હતું. છતાં, નિઃસંતાનપણું કયારેક અકળાવતું. જો કે માતંગ જ્ઞાતપુત્ર બોધથી હવે કંઈક ઠર્યો હતો. એટલે વિરૂપાને કહેતો આપણા ભાગ્યમાં સંતાનયોગ નથી પછી સંતાપ શા માટે ?
વિરૂપા, તને એક વાત કહું હમણાં ધનદ શેઠનો પુત્ર રાજમહેલમાં રહીને ભણે છે. મેદાનમાં રમવા આવે ત્યારે જોઉં છું.
અનોખી મૈત્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org