________________
વિરૂપા કહેતી શેઠાણીબા મારી પર સખી જેવું હેત રાખે છે. પછી મને તેમના લોડફોડના પુત્ર પ્રત્યે ભાવ તો થાય ને ! અને તું કયાં શેરીના છોકરાઓને બેટા બેટા કહીને બોલાવતો નથી ?
વાસ્તવમાં બન્નેના અંતરમાં સંતાનભૂખની વાત હતી. પરંતુ મનને વાળી લીધું હતું. કયારેક આવી વાતોમાં બન્ને મીઠી તકરાર કરી લેતા ! પણ પાછા જ્ઞાતપુત્રના બોધને યાદ કરી શાંત થતાં.
વિરૂપા કહેતી કે ભગવાન કહે છે કે સંસારમાં મોહ ન રાખવો.
પણ વિરૂપા મને તો તારો મોહ છૂટતો નથી. માતંગના મુખે એવું સાંભળી વિરૂપાનું મન પણ રાજી થતું. આમ બન્ને અન્યોન્ય સ્નેહપાશમાં નિઃસંતાનનું દુઃખ ભૂલી જતાં.
મેતાનું શિક્ષણ મેતાર્ય હવે આઠ વર્ષનો થયો હતો. અભયમંત્રીનું કામ હીરા પારખવાનું. સુલતાના બત્રીસ પુત્રોને પારખી શિક્ષણ આપ્યું. તેમ તેમણે મેતાર્યને પારખ્યો. અને શેઠની પાસે પ્રસ્તાવ મૂક્યો. તમે આ પુત્રને રાજવંશના રાજકુમારો શિક્ષણ લે છે તેની સાથે શિક્ષણ આપો. મેં તે માટે બધો પ્રબંધ કર્યો છે.
શેઠને તો પુત્ર હજી ભણવા જેવો મોટો લાગતો જ ન હતો. પરન્ત શેઠાણીએ તેમને સમજાવ્યા કે આવી મોટી સમૃદ્ધિના વારસને યોગ્ય શિક્ષણ મળવું જોઈએ. વળી કંઈ પરદેશ તો મોકલવાનો નથી. અને શેઠ-શેઠાણીની વાતમાં સંમત થયા. મેતાર્યનું શિક્ષણ ગુરુકુળમાં રાજવંશી પદ્ધતિથી શરૂ થયું. તેમાં ધર્મ શાસ્ત્રો ભાષા શાસ્ત્રો સાથે અસ્ત્ર શસ્ત્રની વિદ્યા, ઘોડે સવારી જેવા પરાક્રમોનો સમાવેશ હતો.
કર્મની વિચિત્રતા પ્રમાણે મેતાર્ય ભલે શુદ્રાણીના હાડમાંસના ગર્ભમાં રહ્યો હતો. તેના જન્માંતરીય સંસ્કાર તો ઉત્તમ હતા. વળી માતંગ વિરૂપા ભલે શુદ્ર જાતિમાં રહ્યા પણ ભગવાન મહાવીરના બોધથી ભિજાયેલુ તેમનું જીવન હતું. અને તે સંસ્કારે વિરૂપાના ગર્ભમાં બાળકને તેનું સિંચન થયું હતું. તે એક આશ્ચર્યજનક ઘટના હતી. રાજકુમારો સાથે શિક્ષણમાં મેતાર્ય રાજકુમારોથી જરાય ઉતરતો પૂરવાર થતો નહિ. એમ કરતાં દસ, પંદર અને અઢાર વર્ષ તો પૂરા થઈ
અનોખી મૈત્રી
૪૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org