________________
ત્યારે મને તારી જેમ એના પર બહુ પ્રેમ આવે છે. એકવાર તો નજીકથી જોતો હતો ત્યારે લાગ્યું કે જાણે તેના હોઠ અને ચીબૂક તારા જેવા જ છે અને તે ઊઠીને વિરૂપાની સોડમાં બેઠો.
હવે તું ઘરડો થયો, કેટલા થયા તને ! કયાં સુધી આવા ચસકા કર્યા કરીશ. તને જયાં ત્યાં હું જ દેખાઉં છું. મેતાર્ય તો બરાબર ધનદત્ત શેઠ જેવો જ છે. અને ચિબૂક તો શેઠાણી જેવી છે. તને મારા તરફના મોહને કારણે બધે હું જ દેખાઉં છું. મારો મોહ હવે છોડ.
માતંગ કહેતો “શ્રમણોએ પરસ્ત્રીનો ત્યાગ કહ્યો છે. સ્વસ્ત્રીનો ત્યાગ કયાં કહ્યો છે ? સ્વસ્ત્રીમાં સંતોષ કહ્યો છે. તેમાં મારી કોઈ ખામી છે ?
“શ્રમણોએ સ્ત્રી પુત્રાદિ સૌનો મોહત્યાગ કરવાનો બોધ આપ્યો છે અને તારો મોહ તો દિવસે દિવસે વધતો જાય છે.”
હા પણ સાંભળ મેતાર્ય તો અઢાર વિદ્યામાં પારંગત થયો છે રાજા શ્રેણિક અને મહામંત્રી તો તેના પર અતિ પ્રસન્ન છે. સુનંદા રાણી તો કહેતા હતા કે મારી પુત્રી ભવિષ્યમાં મેતાર્ય સાથે પરણાવવી
આ વાતો કરવામાં કેટલો વખત વહી ગયો. માતંગ તો હકીકતથી અજાણ હતો. પણ કુદરતના ક્રમમાં કોણ બાકાત છે. જાણે અજાણે તેના હૈયામાં મેતાર્ય માટે હેત ઉભરાતું. વિરૂપા એ હેતને હૈયામાં જ સમાવી દેતી. આવા નેહભર્યા સંવાદમાં માતંગને યાદ આવ્યું કે આજ તો રાજય તરફથી ક્રિીડા મહોત્સવ છે. તેમાં નગરમાં અનેક પ્રકારના ખેલ થવાના છે. તેમાં દેશ વિદેશના રાજકુમારો મહા અમાત્ય સાહસિક યુવાનો ભાગ લેવાના છે. તેણે વિરૂપાને યાદ દેવરાવ્યું અને બન્ને ઉતાવળા તૈયાર થઈ બહાર નીકળ્યા. રાજ્ય તરફથી ક્રીડા મહોત્સવમાં શું બન્યું ?
રાજય તરફથી આયોજિત આ પ્રસંગે નગરનો માહોલ જામ્યો હતો. જયાં જુઓ ત્યાં જાણે કીડીયારૂ ઉભરાયું હોય તેમ માનવો ઉમટયા હતા. વ્યવસ્થા પ્રમાણે માતંગ-વિરૂપાએ યોગ્ય જગ્યાએ સ્થાન લીધું.
અનોખી મૈત્રી
૪૨
- Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org