________________
કોઈ તો એવા પછડાતા કે પ્રજાના મુખમાંથી મર્યો મર્યોની ચીસ નીકળી જતી. કેટલાક પાછા ઉભા થઈ, અશ્વારોહણ કરતા અને અશ્વોને તીરની જેમ દોડાવતા. લક્ષ્ય સ્થાનની નજીક જતાં, હવે માંડ દસ બાર અશ્વારોહિઓ રહ્યા હતા. તે પણ પટકાયા, પાછા પડ્યા. હવે ફકત બે જ રહ્યા હતા. જે ઓળખતા હતા તે તો બોલી ઉઠયા, અરે લાલ અશ્વ જેનું નામ અહિછત્ર હતું, જેના પર આરૂઢ રાજગૃહીના મહામંત્રી અભયકુમાર છે, એ જ શરત જીતશે. પ્રૌઢ છતાં યુવાનની જેમ અશ્વને દોડાવી રહ્યા છે.
પણ બીજો શ્વેત અથવાળો પણ બરાબર ટકયો છે, તે છે ધનદત્ત શેઠનો પુત્ર મેતાર્ય. મયુર નામના અથવાળો તે જ પ્રથમ નંબરે આવશે. અરે આ કેવું એક પ્રૌઢ અને એક યુવાન બે વચ્ચે આખરી દોડ. બંને ઘોડા તીર વેગે દોડતા હતા.
ત્યાં તો પ્રજાના મુખમાંથી અરેરાટી ભરી ચીસો નીકળી પડી. મર્યો, ગયો. શ્વેતઘોડાને પગે ઠોકર લાગતા અશ્વારોહિ મેતાર્ય પીઠ પરથી જરા ગબડ્યો. હમણાં પટકાશે પછી શું થશે તેમ માની લોકો ભયના માર્યા ક્ષણભર આંખ બંધ કરી ગયા. અદ્ધર શ્વાસે આ દૃશ્ય જોઈ રહેલી વિરૂપાના મુખમાંથી “મારો લાલ' શબ્દ નીકળતાની સાથે જ તે તો બેભાન થઈને ધરતી પર પછડાઈ ગઈ.
આ બાજુ મેતાર્યે પોતાની કળાને અનુસાર ક્ષણભર ઘોડાની પીઠને વળગી રહ્યો, અને એક છલાંગ મારી પાછો અશ્વારૂઢ થઈ એજ તીવ્રતાથી ઘોડાને દોડાવી મૂક્યો અને અભયકુમારના અશ્વની સાથે થઈ ગયો. તેનો અશ્વ પણ પોતાના પ્રાણ સાટે દોડ્યો. આમ આખરે લાલ અશ્વ અહિછત્ર અને શ્વેત અશ્વ મયુર બંને ગંતવ્ય સ્થાને સાથેજ પહોંચ્યા. એક નહિ પણ બે શ્રેષ્ઠ વિજેતા નીવડયા.
પ્રજાની આનંદભરી ચિચિયારીઓ તાળીઓએ શાબાશ શાબાશ ઉચ્ચારોએ બંનેને વધાવ્યા ત્યારે જાણે ગગન હર્ષનાદથી ગાજી ઉઠયું. મહારાજા શ્રેણિક સ્વસ્થાનેથી આનંદભેર ઉભા થઈ ગયા. તરત બંને વિજેતાઓની પાસે આવ્યા. બંનેને ધન્યવાદ આપ્યા. વિજેતા બે છે, પારિતોષિક તો એકને જાહેર કરવાનું હતું.
४४
અનોખી મૈત્રી www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only