________________
વિશાળ એવા ક્રિીડા ક્ષેત્રમાં પ્રથમ અશ્વમેલની હરિફાઈ હતી. સેકડો યુવાનોના ઘોડાના હણહણાટથી ગગન ગાજતું હતું. ઘોડા પણ જાણે સમયની ઉતાવળમાં હોય તેમ તેમના કાન ઊંચા થતા હતા. અશ્વારોહિઓ પણ સજ્જ હતા.
વિરૂપાની આંખો શોધતી હતી એના “લાલ'ને અને એકાએક તેણે માતંગને કહ્યું જો જો એ રહ્યો “મારો લાલ’ મેતાર્ય. સેકડોમાં જૂદો તરી આવે છે. બીજી પણ સ્ત્રીઓ સેંકડો યુવાનોમાં પોતાના પ્રિય પાત્રનું પરાક્રમ જોવા આતુર હતી. અને વિરૂપા તો બોલતીજ રહી. એજ શ્વેત અથવાળો “મારો લાલ'.
“વિરૂપા સંભાળીને બોલ, તારી વાત કોઈ સવર્ણ સાંભળશે તો તને પથરા મારશે.
પણ, વિરૂપા તો મસ્તીમાં હતી. અરે, તું જો તો ખરો રાજકુમારોની હારમાં શ્વેત અશ્વ ઉપર બરાબર ત્રીજા નંબરે છે. જોયો “મારો લાલ’ કેવો શોભે છે ?
હા, જોયો, પણ હવે આપણે શું ? બીજા પણ એવા સેંકડો અશ્વારોહિઓ શોભી રહ્યા છે.
માતંગ તને ખબર છે આ તો મારી સખી શેઠાણીબાનો પુત્ર, વળી હર્ષાવેશમાં બોલતી ગઈ કે તને ખબર પણ નથી શેઠાણીબાએ એનું નામ મારી પાસે પડાવ્યું હતું. મેં જ મેતાર્ય એવું નામ પાડયું હતું.
માતંગને આમાં કંઈ રસ ન હતો. એટલે શીધ્રગતિની શરતનો આદેશ થતા ઘોડાઓ ત્વરાથી દોડયા તે જોવામાં તે એકતાન હતો.
ઘોડાદોડમાં કોઈ આગળ થતું કોઈ પાછળ થતું પ્રજા પણ ઉત્સાહમાં શાબાશ શાબાશ ઉચ્ચાર વડે અશ્વારોહિઓને ઉત્સાહિત કરતી.
અશ્વારોહિઓ પ્રથમ નંબર લેવા જીવ સાટે ઘોડાને દોડાવતા હતા. તેઓ અશ્વોની પીઠ પર એવા ચોંટી ગયા હતા તે એવું લાગતું કે અશ્વ અને અશ્વારોહિઓ એક જ છે. પોતાના સ્વારની મનોકામના જાણતા હોય તેમ સો ઘોડા તીરની માફક તીવ્ર વેગથી દોડતા હતા. જો કે તેમાં કેટલાયે પડયા, કેટલાયે ઉછળીને ગુલાંટ ખાઈ ગયા.
અનોખી મૈત્રી
૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org