________________
વિરૂપા : માતંગ જો દાદા સાથે ઉગ્ર થઈ ચર્ચા ન કરતો. તેની જે માન્યતા હોય તે આપણે તો ભગવાનના બોધ પ્રમાણે શાંત રહેવું. દાદાએ એકવાર શ્રાવસ્તીમાં જ્ઞાતપુત્રના દર્શન ક્યાં છે. તેને લાગે છે કે જ્ઞાતપુત્રની વાત સાચી, પણ જયાં સુધી ઉંચ નીચના ભેદ ન ભૂલાય ત્યાં સુધી તેમની વાતોથી ભરમાવું નહિ, તેમ તે માને છે. પૂર્વ કર્મથી નીચ ગોત્ર મળ્યું છે. ભોગવી લેવું તે વાત દાદાના ગળે ઉતરતી નથી. તેથી તેણે તો નક્કી કર્યું છે, આ બધી વાતો પંડિતાઈની છે. માટે જ્ઞાતપુત્રનો સંપર્ક રાખવો નહિ અને આપણે પુરુષાર્થ કરીને આપણા સમાજને ઉંચે લાવવો. સવર્ણની જેમ રાજકાજ કરવા. તેમની વાત શાંતિથી સાંભળી લેજે. - હવે તારી પંડિતાઈ કયાં સુધી કરીશ, મારામાં અક્કલ છે. હું બધું જોઈ વિચારીને કરીશ. તું ચિંતા શું કામ કરે છે? મને આવતા સવાર થશે. અને માતંગ મોટા જોડા પહેરી ખભે ડાંગ, કમરે તીક્ષ્ણ શસ્ત્ર ભેરવીને મોટા કદમ ભરતો વિદાય થયો.
વિરૂપા આવા પરાક્રમી ગૌરવવંત પરૂષને જતાં જોઈ રહી. છતાં વિચારમાં પડી કે તેનો પુત્ર પણ આવો જ જનમશે. પણ, હા એ પુત્રના લાડકોડના એના સ્વપ્ના અધૂરા રહેશે? વળી વિરૂપાએ મનને તરતજ વાળી લીધું કે મને વળી પુનઃ સંતાન પ્રાપ્તિ થશે એટલે માતંગના સ્વપ્રા પૂરા તો થશે.
માતંગે ગંગાતીરે શું જોયું ? માતંગને જંગલ વટાવી ગંગાની તીરે સામે પાર પહોંચવાનું હતું. રાત્રિ છતાં એ નિર્ભયતાથી ચાલી જતો હતો. ત્યાં તેણે નદી કિનારા તરફ જતા માર્ગમાં ચાંદની રાત્રે એક આકૃતિ જોઈ. તે એવી સ્થિર કે જાણે પાષાણની મૂર્તિ. તે કિનારા તરફ આગળ વધ્યો. ત્યાં વળી નદી કિનારે એક હોડી આવીને ઉભી. તેણે વિચાર્યું કે તેને લેવા આ હોડી આવી હશે. પણ ત્યાં તો તેણે જોયું કે હોડીમાંથી કાળા વેશમાં કોઈ સ્ત્રી ઉતરી આવી. માતંગ પાસેના વૃક્ષ પાછળ લપાઈ ગયો. * તેણે જોયું કે સામે એક મુનિ નિશ્ચળપણે ધ્યાનમાં ઉભા છે. તે
અનોખી મૈત્રી Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org