________________
છે. શેઠાણીબાએ તારી પાસે નામ પડાવવાનું નક્કી કર્યું છે. જોષી મહારાજને રાશિ કહેવાની પણ ના પાડી છે. તારે નામ નક્કી કરવાનું અને પાડવાનું છે.
વિરૂપા પ્રથમ તો ક્ષોભ પામી ગઈ. પછી કહે પણ સવર્ણ સમાજમાં હું આવું તે કેવી રીતે બનશે?
શેઠાણીબાએ સૌને કહ્યું છે કે મારે સાત ખોટનો દિકરો છે નજરાય નહિ તેથી મારે તો મેત વિરૂપા પાસે જ નામ પડાવવું છે. શેઠ અને સગા કંઈક અકળાયા પણ દિકરાને કંઈ થાય તેવા ભયથી સૌએ આ વાત કબુલ કરી છે તો તું તૈયાર રહેજે. હું લેવા આવીશ.
આજે શેઠની હવેલીએ સગા, સ્વજનો, વડીલો સૌનો માહોલ જામ્યો હતો. શેઠે તિજોરી, ધન ધાન્યના કોઠારો ખૂલ્લા મૂકી દીધા છે. પુત્રનું નામકરણ કરવાનું છે.
શેઠાણીએ સીમંત વખતે આપેલી સુંદર સાડી અને શણગાર સજીને વિરૂપા તૈયાર થઈ. ખરેખર તે સુરુપાની જેમ શોભતી હતી. તેને બાળક જોવાની ઈચ્છા હતી. તે આ રીતે પૂરી પડશે. તેથી આનંદમાં હતી. નંદાદાની સાથે વિરૂપા હવેલીએ પહોંચી. સ્વજનોની ભીડની અંદર નંદા વિરૂપાને લઈને હવેલીમાં દાખલ થઈ. વિરૂપાના સંકોચનો પાર નહિ. નંદા વિરૂપાને શેઠાણીના ઓરડામાં લઈ ગઈ. શેઠાણીએ તેનો હાથ પકડી આવકારી, વિરૂપા સંકોચાઈને બેઠી. | મુહૂર્ત સાચવવા શેઠાણીએ બાળકને વિરૂપાના ખોળામાં મૂક્યું અને સ્વજનોમાં કંઈક બડબડાટ થયો. મેતના ખોળામાં બાળક ! ખોળામાં લીધેલા બાળકની સામે જોઈ વિરૂપા સહજ રીતે બોલી ઉઠી. “મારા લાલ અને તેની સામે જોઈને બોલી, બા, બરાબર તેનો ભાલ પ્રદેશ તો શેઠના જેવો જ છે. અને આ કુમળા હોઠ તો તમારા જેવા શોભી રહ્યા છે. મનમાં તો વિચારતી હતી કે મારા અને માતંગના રૂપનું મિશ્રણ હોય તેવો લાગે છે. આવા મનોભાવથી તેના સ્તનમાં દૂધના ઉભરા થવા લાગ્યા. જાણે હમણા શેરો ફૂટશે. તેમાં બાળકના હાથ પગ ઊંચા નીચા થતાં. તેના સ્તનને સ્પર્શતા ત્યારે તો વિરૂપા હતમાં ખોવાઈ જતી.
અનોખી મૈત્રી
૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org