________________
જ્યોતિષિઓએ નક્ષત્ર વગેરે જોયું અને બાળકનું ભાવિ ભાખ્યું કે પુત્ર રાજયોગ અને પરમાર્થ યોગ વાળો છે. રાજવંશી જેવા સુખ ભોગવીને મોક્ષ પુરુષાર્થ પણ સાધશે. નામને અમર કરી જશે.
શેઠજીને મોક્ષ માર્ગમાં રસ નહતો. પણ પુત્રના ઉત્તમ ગ્રહાદિ સાંભળી તે ખૂબ પ્રસન્ન થયા. જોષીઓને ખૂબ ધન આપી સંતુષ્ટ કર્યા. પુત્ર તો એક જ પણ વૈભવ અનેક ગણો છે. મા, પાંચ પાંચ ધાવમાતાઓ અનેક દાસ, દાસીઓ, શેઠનું હેત, સગા, સ્વજનોના શુભ ભાવ સૌને લાગતું આખરે ભગવાનની દયા વરસી, શેઠ શેઠાણીની ઈચ્છા પૂરી ગઈ.
આમ સમયનું વહેણ વહેતું રહ્યું. એક માસ પૂરો થયો. વિરૂપાને થયું, હવે કામે લાગી જવું. એ જ શેરી, એ જ હવેલીઓ વળી શેઠાણી સખીની હવેલી પાસે ખાસ સફાઈ કરવાની. વિરૂપા એજ પૂરાણી ટેવ પ્રમાણે સુંડલો સાવરણી લઈ મનમાં ગણગણતી શેરીમાં પહોંચી.
મારા વીર કહે છે સંસાર એ તો સુખ દુઃખનો સાર છે. જયાં કોઈ કોઈનું નથી એવો એ વિષમતાનો ભાર છે. વીર કહે છે મનવા મનને મોહથી પાછો વાળ. મહામૂલા માનવ-ભવને ધરમની પહેરાવી દે માળ. વીર કહે છે તે જીવ મરણ નજીક જાણી સુધારી લે બાજી. વખત વહ્યા પછી તારા હાથમાં રહેશે નહી બાજી. મહાવીર કહે છે સંસાર એ તો સુખ દુઃખનો સાર છે.
શેઠાણીએ તરત જ વિરૂપાનો અવાજ સાંભળ્યો અને મેતાર્યને લઈને ગવાક્ષમાં આવ્યા કે ભલે વિરૂપા તેના લાલને નિરખે. વિરૂપાએ બે હાથ લમણે લગાડી ઓવારણા લીધા. જુગ જુગ જીવો “મારા લાલ” બસ ત્યારથી એક નિત્યક્રમ થઈ ગયો. વિરૂપાનું હવેલી પાસે આવવું. મારા લાલને જોવો, આમ તેને કઈ સંતોષ લાગતો. કોઈ વાર ઉદ્વેગ થતો ત્યારે મેતાર્યના ઉછેરનો વૈભવ જોઈ. સખીની સુખદ દશા જોઈ સંતોષ માનતી. ભાવિમાં પોતાને સંતાન થશે તેમ આશા સેવતી પ્રસન્ન રહેતી.
ગોપદાદાની અંતિમ ઘડીએ શું બન્યું માતંગ ઘરેથી નીકળ્યો. ઝડપથી નદી તીરે ઉભેલી હોડીમાં બેસી ગોપદાદાની પલ્લીએ પહોંચ્યો ત્યારે પલ્લીમાં આજુ-બાજુના લોકોની ભીડ જામી હતી. દાદાની મૃત્યુની ઘડીઓ ગણાતી હતી.
અનોખી મૈત્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org