________________
ગયું. ત્યાં તો તેણે દૂરથી માતંગને આવતો જોયો અને સાવધ બની ગઈ.
ભગવાન મહાવીરને યાદ કરી પોતાની જાતને સંભાળી લીધી અને વિચારવા લાગી કે કોના માને બાપ કોના છોરૂ, વાછરું ! આ એક ભવની સગાઈ અને ભવાઈ માટે જ ભગવાન કહે છે કે માનવો તમે મોહ છોડો મોહ જ દુઃખનું કારણ છે. માટે મારે આવો મોહ ન રાખવો.
માતંગ ઘરમાં આવ્યો ત્યાં તો તે પૂરી સ્વસ્થ થઈ ગઈ. માતંગને આજે ગોપદાદાની પલ્લીએ જવાનું હતું. દાદાની આખરી ઘડીઓ ગણાય છે, તેવા સમાચાર મળ્યા હતા. તેથી માતંગને ત્વરાથી જવાનું હતું. વિરૂપાએ તરત જ રોટલા તૈયાર કર્યા અને માતંગ ઝડપથી ખાવાનું પતાવી ઉપડયો. વિરૂપા જતા માતંગને જોઈ રહી.
વળી કહેવા લાગી કે ત્યાં કંઈ તારું ડહાપણ ન બતાવતો શાંત રહીને કામ કરજે. માતંગ ઉતાવળમાં હતો તેથી જવાબ આપ્યા વગર ચાલતો થયો.
આજે વિરૂપાને એકાંત જોઈતું હતું. તેથી વળી પુનઃ તરંગે ચઢી. પુનઃ પુનઃ પુત્રદર્શન યાદ આવતું વળી બાળક ભલે વિરૂપાનો હતો. પણ ઘણું પુણ્ય લઈ જન્મ્યો હતો. તેથી શરીરનું રૂપ પણ દીપી ઉઠે એવું હતું. શત્રુને વ્હાલ ઉપજે તેવું તેનું ઘાટીલું શરીર અને મુખની કાંતિ હતી. વિરૂપાએ નવ માસ ઉદરમાં ધારણ કર્યો હતો. પોતાનો લાલ પોતાને વિશેષ રૂપવાન લાગે તેમાં નવાઈ શી?
છેવટે કઈ ગીત ભજનો ગાઈ. શ્રમણોમાં બોધમાં મન પરોવીને શાંત થઈ. એનો લાલ મેતાર્ય દિવસરાતના ભેદ વગર વધતો જતો હતો. સાથે શેઠાણીના સન્માન પણ વધી ગયા હતા. હવેલીને ભવ્ય રીતે શણગારી હતી. હજી ગામ પરગામથી વધામણે સૌ આવતા હતા. ધનદત્ત શેઠ તો જાણે સ્વર્ગ પૂરીમાં રાચતા હતા. સંસારની કેવી વિચિત્રતા છે. સંતાન સુખની કેવી ઝંખના ! ઉત્તમ જીવના પગલાથી કે શું પણ શેઠનો વૈભવ પણ વધતો જાય છે. રાજવંશીની જેમ ધાવમાતાઓ રાખવામાં આવી હતી.
અનોખી મૈત્રી
૩૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org