________________
મન વાળ્યું તે પણ ન છાપું ? આમ માતંગ પરાક્રમી છતાં અસ્વસ્થ થઈ જતો. વિરૂપા તેને સ્નેહથી સમજાવી લેતી.
વિરૂપાના મનમાં કંઈક મથામણ થતી. છતાં શેઠાણીની સાથેના સખ્યભાવથી તેને સંતોષ હતો. વળી પૂરા હવેલીના વિસ્તારમાં શુદ્રના ભેદભાવ વગર શેઠાણીએ તેને હંમેશા મૈત્રી ભાવે પ્રેમ આપ્યો હતો. તેથી તેને શેઠાણી પ્રત્યે અતિ સભાવ હતો. તેને બીજા બાળકની આશા હતી. જો કે મનમાં વિચારતી કે હજી પ્રાપ્ત બાળકનું મો પણ જોયું નથી. કારણકે આ બધું એટલું ઝડપથી બની ગયું કે બાળકને હાથમાં લઈ તેના માથે હાથ ફેરવે તેના પોયણા જુએ, સ્પર્શે તે પહેલા તો નંદા દાસીએ બાળકી સોડમાં મૂકી પુત્રને ઉપાડી લીધો.
માતંગ આવતા પહેલા આ કામ પતાવી દેવાનું હતું. વિરૂપાને પુત્ર દર્શન ન થયું તેનો રંજ હતો. છતાં જાણીને સમજીને કરેલા કાર્યમાં સંતોષ માનતી વળી પુત્રને ઉત્તમ કુળ અને શિક્ષણ મળશે એમ વિચારીને શાંત થઈ જતી. કયારેક પ્રભુના બોધને ધારણ કરી સંતાપ મુક્ત થતી.
આ બાજુ વિરૂપાને મળેલી દીકરી મરણ પામી હતી. બીજી બાજુ હુષ્ટ, પુષ્ટ જન્મેલો બાળક નિર્વિદને ઉછરતો હતો. શેઠાણીને પુત્રની પ્રાપ્તિ થતાં કુટુંબમાં આનંદ મંગળ વર્યો. ઢોલ શરણાઈઓ વાગતી. સગા સ્વજન હરખ મનાવવા આવવા લાગ્યા. શેઠનો આનંદ અમાપ હતો. જો કે શેઠાણી ઘડીભર વિકલ્પમાં પડે છે. પણ સ્વાર્થ કહો સંયોગ કહો એવા છે કે શેઠાણીનો સપત્નીનો સંતાપ દૂર થવાથી શેઠાણી આનંદમાં રહેતા.
પુત્રની નામકરણ વિધી અગ્યાર દિવસ પછી પુત્રના નામકરણની વિધિ કરવાની હતી શેઠે સમગ્ર નગરીમાં મિઠાઈ વહેંચી હતી. સગા સ્વજનોને ભોજન માટે બોલાવ્યા હતા. વાજા વાજિંત્રો વાગતા હતા. હવેલીમાં મોટો ઉત્સવ મનાઈ રહ્યો હતો.
નામ કોણ પાડે, શું પાડવું? તેની વડીલો સાથે ચર્ચા ચાલે છે. શેઠાણીના મનમાં પેલો વિરૂપાનો સખ્યભાવ ઝબકે છે. તેમણે જાહેર
અનોખી મૈત્રી
૩૧
Jain Education International
.
For Private & Personal Use Only
www.jainelibrary.org