________________
નવકાર ગણવાથી આકાશમાં ઉડી શકાય.
આમે રૂપાળો વહાલો લાગે તેવો પણ પૂર્વના કર્મના ઉદયે સોનામહોરાના સાટે વેચાયો. તે માને ઘણું કરગર્યો, સૌને કરગર્યો પણ હવે વેચાઈ ગયો હતો. કોઈ તેને સહાય કરે તેમ ન હતું.
રૂપ તો હતું તેમાં બલિ તરીકે શણગારવામાં આવ્યો. દરવાજામાં એક નાનું સુંદર સિહાસન ગોઠવીને તેને બેસાડવામાં આવ્યો. તેણે જોયું કે તેને કોઈ બચાવે તેમ નથી. ત્યાં એને મુનિએ આપેલો નવકાર યાદ આવ્યો. તેણે પૂરા ધ્યાનપૂર્વક નવકાર મંત્રનો જાપ કર્યો મનમાં એમ કે મુનિ નવકાર ગણીને આકાશમાં ઉડી ગયા તેમ હું પણ ઉડી જઈશ.
પણ આ શું? દરવાજો ચણનારા બધા જ થંભી ગયા. અભયમંત્રીને સમાચાર મળ્યા. તેઓએ આ બાળકને તરત જ મુકત કર્યો. અને કુશાગ્રતાથી અન્ય વિધિ પતાવી દરવાજાનું કામ સમાપ્ત કરાવ્યું.
બાળક તો નવકાર ગણતો વિચારવા લાગ્યો હવે માને ત્યાં જવાનો અર્થ નથી. જેના આપેલા મંત્રથી બચ્યો તે મંત્રનો અને તેમનો જ આશરો લઉં, આમ વિચારી અન્ય મુનિ પાસે તેણે મુનિવેશ ગ્રહણ કર્યો.
માતંગ ઘરે જવા નીકળ્યો હતો ત્યાં તેણે માર્ગમાં આ બનાવ સાંભળ્યો. માએ બાળકને વેચ્યો. તેના વિચારમાં તે ઘરે આવ્યો. વિરૂપા હજી આવી ન હતી. થોડી વારમાં વિરૂપા આવી. માતંગ મનમાં કંઈ બબડતો હતો. કેવી મા કે પુત્રની દયા ના આવી?
વિરૂપાએ કહ્યું અલ્યા આજે તું શું બબડે છે? માતંગ કહે નગરમાં એક આશ્ચર્ય બન્યું. માએ દીકરાને વેચ્યો.
હે! માએ દીકરાને વેચ્યો, ના બને. વિરૂપાના મનમાં ફાળ પડી કે માતંગ મારી અને શેઠાણીની વાત કોઈ વિદ્યાથી જાણી ગયો નહિ હોય ને?
એક બ્રાહ્મણીએ દુઃખના માર્યા સોનામહોરો લઈ રૂપાળા બાળકને બલિ ચઢાવવા વેચ્યો.
વિરૂપાએ પૂછયું સોનામહોરો લઈને વેચ્યો ?
અનોખી મૈત્રી
-
૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org