________________
કોઈ બોલ્યું કે ભૂદેવ ! ચાંડાલ માણસ છે તેનો તિરસ્કાર ન કરો.
ભૂદેવ તો ગજર્યા, અલ્યા શ્રમણનો ચેલો થયો છું? તમે જ આ ચાંડાલોને બગાડી નાંખ્યા છે. હીનવ ગયા જનમના પાપ ભોગવે છે અને નવા કર્મો બાંધે છે. વળી આ વિરૂપાનો ધણી મંત્ર તંત્ર જાણે છે એટલે એ વધારે બહેકી છે.
ત્યાં વિરૂપા વચ્ચે બોલી “ભૂદેવ માફ કરો, તમને અપવિત્ર કર્યા પણ તેમાં મારો વાંક નથી. આ પવન જુઓને ભેદ રાખ્યા વગર વહે છે. તેની રજથી તેણે તમને અપવિત્ર કર્યા, તમે કોઈ મંત્ર તંત્રથી તેને વશમાં કરો.”
ભૂદેવનો અવાજ વધુ તીવ્ર બન્યો. જોયું આ પેલા શ્રમણોએ આ શુદ્રોને કેવા ભ્રષ્ટ કર્યા છે. વિવેકહીન થયા છે. ખરેખર આ શ્રમણનો નેતા મહા પાખંડી છે. ભૂદેવ મહાવીર નામ બોલતા પણ અસ્પૃશ્યતા અનુભવતા હતા.
“અરે ભૂદેવ તમે તેને પાખંડી કહો છો એ તો આ જગતના ઉંચ નીચના ભેદ વગરના સૌના તારણહાર છે.”
વળી વિરૂપા ત્વરાથી પોતાને કામે લાગી. શુદ્ર છતાં આકર્ષક રૂપ, વિણાના સ્વર જેવી વાણી, ખાનદાન કુટુંબના સંતાન જેવી વિવેકી, માતંગ જેવા શુદ્ર પણ મંત્ર તંત્રના ઉપાસક, પરાક્રમી, ઉદ્યાન પાલકની પત્ની, છતાં તે કાળના સમાજના બંધારણે તે અછૂત હતી. એટલે કયારેક આવા અપમાન થતા છતાં તત્ત્વનો બોધ પામેલી મીઠાશથી પ્રત્યુત્તર આપતી. જો કે એ શેરીમાં સૌને વિરૂપા માટે પ્રગટ કે અપ્રગટ સભાવ જરૂર હતો.
દેવશ્રી અને વિરૂપાની મૈત્રી. મને વહાલું લાગે મહાવીરનું નામ, એના નામનો મહિમા અપાર.
મને વહાલું લાગે મહાવીરનું નામ. આ જગની જૂઠી છે માયા, પાપ કરાવે આ ભૂંડી કાયા, તમે ધરમના કરજો કામ, મને વહાલું લાગે મહાવીરનું નામ, મને તો મહાવીરના રખવાળા, વરના નામની જપું માળા, વીર કહે છે તમે કરજો સારા કામ મને વહાલું લાગે મહાવીરનું નામ,
અનોખી મૈત્રી
૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org