________________
વારસ મળતો હોય તો આજે આપણી વચ્ચે આ વાત પાક્કી કે આપણા બાળકની અદલા બદલી કરી લેવી. આ આપણો સખ્યભાવ છે કોઈ બદલો નથી. અંતરનો સર્ભાવ છે.
શેઠાણી સાશ્ચર્ય વિરૂપા સામે જોઈ રહ્યા. શું આ વાત શકય છે? કશાય બદલા વગર આવું સાહસ ? મા જન્મેલા બાળકને, પોતાના દેહની સંપત્તિરૂપ દોલતને અન્યને સોંપી દે ?
સુરૂપા તું શું વાત કરે છે? મારો સંસાર સુધારવા તારા સંસારને ઉજ્જડ કયાં બનાવવો ? - “બા તમે સખ્યભાવ આપો છો, પૂરા સમાજમાં તમે મને મેતના ભેદ રાખ્યા વગર મિત્ર તરીકે અપનાવી છે, તેનું ઋણ હું અદા કરું છું. મને તો બીજું સંતાન પણ થશે, હું કયાં હજી ઘરડી થઈ છું? પણ માતંગ જાણે તો તને જ કાઢી મૂકશે.
બા માતંગ આમાં શું સમજે, એ ભલો એની રખેવાળી ભલી અને મારા પ્રત્યે તો બા એની નજર એવી કુણી છે કે મારા વગર રહી શકે તેમ નથી.
શેઠાણી એ કહ્યું, છતાં તને કંઈ સંકટ આવે તો? માટે જવા દે મને મારા કર્મ ભોગવવા દે.
ના બા હવે વધુ ન બોલતા, આપણી વાત પાકી. દેવયોગે સમયસર બધું પતી જશે. મારો આત્મા કહે છે કે આમાં કોઈ દેવનો સંકેત છે માટે તમે નિશ્ચિત રહેજો.
બંને સરખી દશાવાળી સુંદર સ્ત્રીઓ એક બીજા સામું અમીભરી નજરે જોઈ રહી. શબ્દ પણ ત્યાં શાંત થઈ ગયા. વાતાવરણમાં જાણે કંઈ નવો પ્રકાશ રેલાયો હોય તેમ સૂર્યદેવ પણ ગગનમાં ઉચેથી વધુ તેજકિરણો પ્રસરાવતા રહ્યા. - શેરીમાં અવર જવરનો સંચાર વધ્યો. પક્ષીઓ પણ ગગનવિહારે જવા લાગ્યા. મંદિરમાં ઘંટારવ ગાજતા હતા. બંનેને ખ્યાલ આવ્યો. ઘણો સમય વીતી ગયો છે. વિરૂપા ઝટપટ ઉદ્યાનની બહાર નીકળી પોતાનો સુંડલો અને સાવરણી લઈ માર્ગે ચઢી. શેઠાણી અનેક વિકલ્પોથી ઘેરાયેલા છતાં નિશ્ચિત મને વર્ષોનો ભાર ઉતર્યો હોય તેમ પુન:
૨ ૨.
અનોખી મૈત્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org