________________
સાથે તેના લગ્ન થયા. માતંગ જેમ અમૂક વિદ્યામાં પારંગત હતો તેમ વિરૂપા શ્રમણોના બોધને ઝીલીને આવી હતી. તે માતંગને કહેતી કે શ્રમણો કહે છે કે માનવ ગમે તે જાતિમાં હોય તે પ્રેમથી સૌને જીતી શકે છે. ભગવાનના સમવસરણમાં સિંહ અને સાપ પણ પ્રેમથી વશ થાય છે. માનવ પણ માનવને પ્રેમથી વશ કરી શકે છે.
માતંગ આ સાંભળીને કહેતો જો ને આવો પરાક્રમી હું જ વિદ્યાવ્યાસંગી છતાં તને વશ થઈ ગયો છુંને ! અને વિરૂપા અમી જેવી નજરથી માતંગને જોઈ રહેતી, ત્યારે માતંગ જાતિનું શુદ્રપણું ભૂલી જતો અને પ્રેમસાગરમાં ડૂબકી મારી લેતો. પ્રેમ સાગરમાં કોણ શુદ્ર અને કોણ સવર્ણ ? આમ બન્ને એક કાયાની બે છાયા જેવા બનીને જીવન જીવતા હતા. તેમને શુદ્રકુળ નડતું ન હતું.
તે વખતે હજી જ્ઞાતપુત્ર છદ્મસ્થ દશામાં મુનિવેશમાં હતા. તેમણે મૌન ધારણ કર્યું હતું. અને ગામાનુગામ વિહરતા હતા. પરંતુ તેમની સૌમ્યતા, ભયંકર ઉપસર્ગો સામે સમભાવ, કરૂણા, સૌ પ્રત્યે સમાનદૃષ્ટિ તેઓ મૌન છતાં ભવ્યજીવોને ઘણો ઉપદેશ મળતો. વળી જ્ઞાતપુત્ર કેવળજ્ઞાન પામ્યા ન હતા તેથી સંઘ રચના થઈ ન હતી. પરંતુ પરંપરાથી દીક્ષિત શ્રમણો આ નગરીમાં આવતા ઉંચનીચના ભેદ રહિત ઉપદેશ આપતા. તત્ત્વનો બોધ આપતા તે શ્રમણો પાસેની બોધનો લાભ વિરૂપાને મળ્યો હતો. વળી તે કુશળતાથી તે બોધને બરાબર સમજતી, વિચારતી. જ્ઞાતપુત્રની ચર્ચાનું શ્રવણ કરતી તેથી તેના હૃદયમાં જ્ઞાતપુત્ર પ્રત્યે અહોભાવ પેદા થયો હતો.
માતંગ રાજયના ઉદ્યાનનો સફાઈદાર હતો. વિરૂપા એજ નગરીની ધનાઢયોની-શ્રેષ્ઠિઓની હવેલીથી શોભતી શેરીનું સફાઈ કામ કરતી હતી. તત્વના બોધના પરિણામથી એને કોઈ અજંપો ન હતો. શેરીની સફાઈનું કામ પણ તેને માટે તો ગૌરવવાનું હતું. માતંગ વિરૂપા મેત જાતિનાં હતા. પણ માતંગ મંત્ર વિદ્યાઓ દ્વારા અને શ્રમણોના બોધ દ્વારા સંસ્કારિત હતો. વિરૂપા જન્મથી જ સંસ્કારિત હતી. સમૃદ્ધ, સંપન્ન અને સવર્ણ ગણાતા વર્ગના દંપતિમાં પણ આવો મનમેળ, વિચારોની ઉત્તમતા દુર્લભ લાગે તેવું આ યુગલ મસ્તીમાં જીવતું હતું.
અનોખી મૈત્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org